<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

ઊના તાલુકાના વાવરડા ગામની દીપડા તરાપ મારી કર્યો બાળક મહાવીરસિહ ઉપર હુમલો

બહેને રાડા રાડી કરતા લોકો ભેગા થઈ ગયા જતા દીપડો બાળક ને મૂકી નાસી ગયો હતો. મહાવીર સિહ ને તુરંત ઊના હોસ્પિટલે સારવાર માટે લઇ ગયા હતા બાળક મહાવીર સિહ ને જમણા કાન, છાતી ના ભાગે, પેટ ઉપર અને પીઠ ના ભાગે દીપડા એ નહોર ભેરવી ઇજા કરેલ હતી

ઊના તાલુકાના વાવરડા ગામની દીપડા તરાપ મારી કર્યો બાળક મહાવીરસિહ ઉપર હુમલો
-બહેને રાડા રાડી કરતા લોકો ભેગા થઈ ગયા જતા દીપડો બાળક ને મૂકી નાસી ગયો હતો. મહાવીર સિહ ને તુરંત ઊના હોસ્પિટલે સારવાર માટે લઇ ગયા હતા બાળક મહાવીર સિહ ને જમણા કાન, છાતી ના ભાગે, પેટ ઉપર અને પીઠ ના ભાગે દીપડા એ નહોર ભેરવી ઇજા કરેલ હતી
ઊના : ઊના તાલુકાના વાવરડા ગામની સીમ વાડી વિસ્તાર મા રહેતા ભાવેશ ભાઈ બારીયા નો દીકરો મહાવીર સિહ ઉ.વ. 6પોતાની મોટી બેન સાથે બાજુ ના ઘરે ટી.વી. જોવા જતા હતા ત્યારે બાજુ ના ભાવુભાઈ બાલુભાઈ બારીયા ની વાડી ના ખેતર માં કપાસ નો પાક નું વાવેતર મા એક દીપડો છુપાયેલ હતો ભાઈ અને બહેન ત્યાંથી પસાર થતા શિકાર ની લાલચ મા દીપડા તરાપ મારી મહાવીર સિહ ઉપર હુમલો કરી પછાડી દેતા બહેને રાડા રાડી કરતા લોકો ભેગા થઈ ગયા હતા દીપડો બાળક ને મૂકી નાસી ગયો હતો. મહાવીર સિહ ને તુરંત ઊના હોસ્પિટલે સારવાર માટે લઇ ગયા હતાબાળક મહાવીર સિહ ને જમણા કાન, છાતી ના ભાગે, પેટ ઉપર અને પીઠ ના ભાગે દીપડા એ નહોર ભેરવી ઇજા કરેલ હતી ડોકટરે સારવાર આપી ભય મુક્ત જાહેર કરેલ હતો. આ અંગે વન વિભાગ ને જાણ થતાં વન વિભાગ ના અધિકારી હોસ્પિટલે પહોંચી ગયા હતા. અને દીપડા ને પાંજરે પુરવા વાડી વિસ્તાર મા પાંજરા ગોઠવી દેવામાં આવેલ છે.

(12:32 AM IST)