<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

ચોટીલા દેવસર ગામમાં ચનાએ દારૂના નશામાં ફાંસો ખાઇ લીધો

૧૦ વર્ષનો પુત્ર જોઇ જતાં જીવ બચી ગયોઃ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૩૦: ચોટીલાના દેવસર ગામે રહેતાં ચનાભાઇ મનુભાઇ દેત્રોજા (ઉ.વ.૩૦) નામના યુવાને સાંજે આઠેક વાગ્‍યે રૂમમાં જઇ લાકડાની આડીમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. આ વખતે જ તેનો દસ વર્ષનો પુત્ર જોઇ જતાં દેકારો મચાવતાં પત્‍નિ સહિતના પરિવારજનો દોડી આવ્‍યા હતાં અને ચનાભાઇને નીચે ઉતારી સારવાર માટે ચોટીલા હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ મકવાણાએ ચોટીલા પોલીસને જાણ કરી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર ચનાભાઇ બે ભાઇમાં નાનો છે અને સંતાનમાં બે પુત્ર છે. સગાના કહેવા મુજબ ચનોભાઇ છુટક મજૂરી કરે છે. ક્‍યારેક તો કામે પણ જતો નથી. દારૂ પીવાની રોજની ટેવ ધરાવે છે. ગત સાંજે નશામાં જ આ પગલુ ભર્યુ હતું.

(11:02 AM IST)