<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

દેવગામ આશ્રમમાં વૃધ્‍ધનું મોતઃ વાલીવારસને શોધતી મેટોડા પોલીસ

રાજકોટ તા .૩૦: લોધીકાના દેવગામે આવેલા સત્‌ સેવા આશ્રમમાં રહેતાં અજાણ્‍યા ૬૦ વર્ષના વૃધ્‍ધનું મૃત્‍યુ બિમારીને લીધે થયું છે. મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્‍પિટલે રખાયો છે. તેમનો જમણો પગ ગોઠણથી કપાયેલો છે, તસ્‍વીરમાં દેખાતા મૃતકના વાલીવારસ હોય તો મેટોડા પોલીસ મથકના એએસઆઇ હરેશભાઇનો (૯૯૨૪૦ ૭૨૧૭૫) ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:02 AM IST)