<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

મોરબી ભાજપના આગેવાને કરેલ દબાણ દૂર કરાશે કે ભાજપના એજન્‍ટ બની કામગીરી કરશે? મહેશ રાજ્‍યગુરૂ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૩૦: મોરબીના કહેવાય ભાજપના આગેવાન સરકારી જમીન પર દબાણ કરી પાર્ટી પ્‍લોટ ઉભો કર્યો છે તે મોરબી ના મામલતદાર કહે છે તો મોરબી  જિલ્લાના કલેકટર શા માટે દબાઈ છે.

નાના માણસો પોતાના મકાનનો થોડો ભાગ બહાર કાઢી ને ચણતર કરે તો તેની સામે લેન્‍ડ ગેબિંગની ફરિયાદ આ જિલ્લા કલેકટર કરે કારણ એ ભાજપના  દલાલ ની જેમ કામ કરે છે.

મોરબી માળિયાના ધારાસભ્‍ય પણ ચૂપ છે આમ તો મોટી મોટી વાતો કરી પ્રજાને ગુમરાહ કરેછે ત્‍યારે તમારા જ ભાજપના આગેવાન ગેરકાયદેસર પાર્ટી પ્‍લોટ બનાવી લાખો રૂપિયા ની  કમાણી કરેલ છે તો તમારી નૈતિક ફરજ થાય છે જે આ વ્‍યક્‍તિ વિરુધ ફરિયાદ દાખલ કરવી  સરકારી જમીન છુંટી કરાવી જોઈએ.

 મોરબી જિલ્લા માં ભાજપ ના આગેવાન દ્વારા ગોચર સરકારી જમીન ખરાબ પર પોતાનો બિઝનેસ ઉભો કરી રહીયો છે ત્‍યારે રેવન્‍યુ મામલતદાર જિલ્લા કલેકટર તેમના દબાણ માં આવી આંખ આડાં કાન કરી ભાજપના આગેવાનથી ડરી કોઈ કાર્યવાહી કરતા નથી અને ભાજપના આગેવાનોને પગે પડી તમામ ગેર કાનૂની બિઝનેસ કરવાની છુટ આપી છે આજ લોકો ભાજપમાં જોડાઈ ગેરકાનૂની  બિઝનેસ કરી  રહીયો છે સરકારના અઘિકારી પ્રજાના ટેક્ષના પૈસા થી પગાર મેળવે છે  પણ પ્રજાના કોઈ કામ કરતા નથી ફકત ભાજપના આગેવાનની પૂજા કરી તેમના કામ કરે છે.

મોરબી જિલ્લા કલેકટર આ ગેરકાયેદસર પાર્ટી પ્‍લોટને  પાડીને સરકાર હસ્‍તક નહી લેતો આવનાર દિવસમાં પ્રજાને સાથે લઈ આંદોલન કરવામાં આવશે અને જરૂર પ્રમાણે કોર્ટ માં પણ જવાની ફરજ પડશે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી મહેશ રાજ્‍યગુરુની યાદીમાં જણાવે છે.

(11:26 AM IST)