<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

માળીયા મિંયાણાના દારૂના ગુન્‍હામાં ૧૦ વર્ષથી વોન્‍ટેડ આરોપી પકડાયો

મોરબી પેરોલ ફર્લો સ્‍કવોડે રાજસ્‍થાનથી દબોચી લીધો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૩૦: માળીયા મિયાણા પોલીસ સ્‍ટેશનમાં દારૂના ગુનામાં દસ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્‍થાનમાંથી મોરબી પેરોલ ફર્લો સ્‍કોડે ઝડપી પાડયો છે.

મળતી વિગત મુજબ મોરબી પેરોલ ફર્લોને ખાનગીરાહે બાતમી મળેલ કે, માળીયા મિયાણા પોલીસ સ્‍ટેશનમાં દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી અર્જુનસિંહ દોલતસિંહ સોલંકી વાળો હાલે સીરોહી જિલ્લાના રેવદર તાલુકા રાયપુર ગામે હોવાની બાતમી મળતા મંડાર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવેલ રાયપુર ગામે તપાસ કરતા નાસતો ફરતો આરોપી વાળો મળી આવતા આરોપીને ઝડપી આગળની કાર્યવાહી અર્થે માળીયા મિયાણા પોલીસ સ્‍ટેશનને સોપવામાં આવ્‍યો છે

(11:42 AM IST)