તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
ગાદીપતિ ગુરૂદેવ પુ.પથકમુની એવમ તપસ્વી રત્ના પુ.ઉર્મીલાબાઇ સ્વામીની તપ અનુમોદનાઃ સાંજી યોજાઇ
સંઘાણી સ્થા.જૈન સંઘ ગોંડલ ખાતે

રાજકોટ તા.૩૦: દાદા ડુંગર ગુરૂ ઉપાશ્રયે સંઘાણી સંપ્રદાયના શાશનદિપક બા.બ્ર. નરેન્દ્રમુની મહારાજ સાહેબના સુશિષ્ય ગાદીપતિ ગુરુદેવ પ.પુ.પંથકમુનિની નવાઈ તથા તપસ્વી રત્ના બા.બ્ર. ઉર્મીલાબાઈ સ્વામીની ૩૬ ઉપવાસની તપヘર્યાની અનુમોદના અર્થે સંઘાણી સ્થા.જૈન સંઘ ગોંડલ દ્વારા સાંજીનું આયોજન વ્યાખ્યાન બાદ કરવામાં આવેલ હતું. ગોંડલના પાંચેય સંઘના ભાઈઓ તથા બહેનો અને વિવિધ મહિલામંડળના બહેનોએ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો. તેમજ દરેક મંડળના બહેનોએ ભાવપૂર્વક સાંજીના ગીત ગાઈને તપની અનુમોદના કરી હતી.
આ પ્રસંગે સંઘાણી સ્થા. જૈન સંઘના પ્રમુખ અશોકભાઈ કોઠારીએ દરેક વતી ગુરુદેવ તેમજ તપસ્વી રત્ના ઉર્મીલાબાઈ સ્વામીની શાતા પૂછી ને અભિનંદન આપ્યા હતા તેમજ જણાવેલ કે ગુરુદેવને શાતા ખુબજ સારી રહી છે.વ્યાખ્યાનમાં પણ એજ જુસ્સો તેમજ વ્યાખ્યાન બાદ પણ કયારેય પણ ચર્ચા કરતા હોય ત્યારે ૧ થી ૧.૩૦ કલાક થાય તો પણ બિલકુલ થાક જ નહિ. તેમજ બીજી કોઈ ફરિયાદ પણ નહિ અને દરેક વખતે આપને યોગ્ય લાગે તેમ, કેવી સરળતા. ખરેખર કોઈ તપની દેવી શક્તિ કે ગુરૂના આશીર્વાદ હોય તેમ લાગી રહ્યું છે ,તેમજ આજની સાંજીની વિશેષતા તો એ છે કે આટલા બધા સતી રત્નોએ પણ અલગ અલગ રીતે પોતાના ભાવ ગીત ગાઈને રજુ કર્યા હતા.આ પ્રસંગ ભવ્યાતીભવ્ય રીતે શાંતીપુર્વક ઉજવાઈ ગયો તેમજ કાલે પણ આવી જ શાંતી રાખીને ગોંડલની ગરિમા વધારજો.અને અંતમાં પ્રસંગ દીપાવવા બદલ દરેકને અભિનંદન પણ આપ્યા હતા.
અંતમાં ગુરુદેવે પણ જણાવેલ કે મારી આ વખતે ખરેખર અગાઉ કરતા શાતા સારી જ રહી છે મને દાદા ડુંગર ગુરૂ અને શાશન દિપક બા.બ્ર. નરેન્દ્રમુની મહારાજ સાહેબના એવમ જય, વિજય, કાન્ત, કિરણ,વિનય ગુરુણી ના અને વિશેષ કરીને બા.બ્ર. વનિતા બાઈ મહા.ના સતત આશીર્વાદ વર્ષીજ રહ્યા છે તે જ રીતે બા.બ્ર. ઉર્મીલાબાઈ સ્વામી ઉપર પણ વરસતા જ હશે.તેમ સંઘાણી સંપ્રદાય પ્રમુખ અશોકભાઈ કોઠારીની યાદી જણાવે છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
