<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

આ વરસે કેશોદમાં સો નહિ પરંતુ એકસો પંચોતેર ટકા વરસાદ વરસી ગયો

વરસ સોળ આની થશે, ખેડુતો ખુશખુશાલ

(વિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા. ૩૦: વિદાય લેવા માટે આ વરસે આંગણે જઇ રહેલા ચોમાસાની સીઝન સૌને ખુશખુશાલ કરી દીધા છે આ વિસ્‍તારના વરસાદની સરાસરી ૪૦ ઇંચ છે ૪૦ ઇંચ વરસાદ થઇ જાય તો ભયોભય થઇ જાય તેના બદલે આ વરસાદનો આંકડો ૭૦ ઇંચને આંબી ગયો છે તેના સીધા પરિણામરૂપે આ વરસ ખેડુતોની ભાષામાં કહીએ તો સોળ આની થશે.

આ વિસ્‍તારનો મુખ્‍ય પાક મગફળી છે અને ૯૦ દિવસનો આ પાક છે ૧પ જુનથી ૧પ સપ્‍ટેમ્‍બર ૩ માસનો સમય આ પાક માટે પુરતો થઇ રહી છે અને સમયાંતરે વરસાદ આવી ચાલીસ ઇંચ વરસાદ મગફળીના પાક માટે પુરતો થઇ જાય છે. ખેડુતોની ભાષામાં કહીએ તો ૪૦ ઇંચ વરસાદથી સોળઆની વરસ પાકે છે.

પરંતુ આ વરસે અત્‍યાર સુધીનો વરસાદ ૭૦ ઇંચનો આંકડે પહોંચી ગયો છે ૧પ જુનથી ૧પ સપ્‍ટેમ્‍બર સુધીમાં ૬પ ઇંચને આંકડે પહોંચી ગયો હતો અને ૧પ સપ્‍ટેમ્‍બર પછી ભાદરવાના તડકાના કારણે જે પાકની વાવણી મોડી થયેલ છે ત્‍યાં છેલ્લા એક પાણીની ખાસ જરૂરિયાત ઉભી થઇ હતી એક પાણીના અભાવે હાથમાં આવેલો કોળીયો ઝુટવાય જાય તેવી સ્‍થિતિ ઉભી થઇ હતી આ સ્‍થિતિમાંથી હેમેખમ પસાર થવા માટે કેટલાક ખેડુતોએ પાકને બચાવવા પાણીની પીવરાવવાની પણ શરૂઆત કરી દીધી હતી.

પરંતુ છેલ્લે છેલ્લે ચાર દિવસમાં કુદરતે આખી બાજુ ફેરવી નાખી છે છેલ્લા ચાર દિવસ દરમિયાન આશરે પાંચ ઇંચ જેવો વરસાદ થઇ ગયો છે આ વરસાદ મળતો મુરઝાતી મોલતને એક નવોજ ઓકિસજન મળેલ છે મગફળી કે અન્‍ય બીજા પાકને ભરપુર કુદરતી પાણી મળેલ છે. ઉપરાંત મુરઝાતી મોલાતને પાણી પીવરાવવા પાછળ ડીઝલ, ઇલે. પાવર, લેબર, મશીનરી વિગેરે પાછળ ખર્ચના કરોડો રૂા. પણ બચી જશે.

અને આ બધું ઓછું હોય તેમ ખેતરોમાં ભૂગર્ભ જળનો જથ્‍થો જેમનો તેમ જળવાય રહેતા આ પાણીથી શિયાળુ અને .નાળુ પાક પણ પુરતા પ્રમાણમાં થશે છેલ્લા વરસાદ પહેલા શિયાળુ અને ઉનાળુ પાક માટે પણ ખતરો દેખાતો હતો આ ખતરો પણ દૂર થયો છે. મગફળીની જેમ ઘઉંનો પાક પણ સારામાં સારો થશે તેમ હવે કોઇ શંકા નથી.

(11:48 AM IST)