તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા જામનગર જીલ્લામાં કરોડોના રસ્તા, બ્રીજના કામો કરાવવામાં મોખરે
કાલાવડ,ધ્રોલ,મોરબી અને પડધરી મળીને વધુ ૩૭.૯૫ કરોડના રસ્તાના કામો મંજુર : ૧૧ કરોડના ગાડા મારગ પર ડામર રોડ બનશે

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૩૦: રાજય સરકારે અત્યાર સુધીમાં ઐતિહાસીક ગ્રાન્ટ આપીઃ ગત પાંચ વર્ષની પ્રજાની રસ્તાઓની પીડાનો અંતઃ મેધજીભાઈને પાંચ વર્ષના કામો એકી સાથે ડોઢ વર્ષમાં આપી દીધા કાલાવડ,ધ્રોલ,જોડીયા અને પડધરી તાલુકાની જનતાને ગત પાંચ વર્ષમાં ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો આ વિસ્તારના રસ્તાની હાલત ભયકર બિસ્માર હોય લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા તે વચ્ચે ધારાસભ્ય તરીકે મેધજીભાઈ ચાવડાએ પોતાની ઓછુ બોલીને વધુ કામ કરવાની આવડત અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાસે સારી છાપના લીધે છેલ્લા દોઢ વર્ષમાં પાંચ તાલુકાના મોટા ભાગના રોડ અને બ્રીજના કરોડો રુપીયાના કામો મંજુર કરવામાં સફળતા મળતા આ વિસ્તારની જનતામાં રાહતની લાગણી ફેલાઈ છે અને જામનગર જીલ્લામાં સૌથી વધારે કરોડો રૂપીયાના કામો મંજુર કરાવવામાં મેઘજીભાઈ ચાવડા અગ્રેસર રહયા છે મળતી વિગત મુજબ ધારાસભ્ય મેધજીભાઈ ચાવડાએ કાલાવડના પનોતા પુત્ર આર.સી. ફળદુના માર્ગદર્શન અને સલાહ સુચનથી છેલ્લા દોઢ વર્ષમાં ૭૬-કાલાવડ વિધાનસભા વિસ્તારના મોટા ભાગના ૯૦ ટકા રસ્તાના કામો મંજુર કરાવવામાં સફળતા મળી છે જેમા ગત વર્ષે આશરે ૪૪ કરોડના રસ્તા અને ૩૦ કરોડના બ્રીજના કામો તેમજ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના આશરે ૬૧ કરોડ રૂપીયાના કામો સાથે ૧૫૦ કરોડના માતબર રસ્તાના કામો મંજુર કરાવ્યા બાદ આ વર્ષે બાકી રહેતા મોરબી તાલુકાના (૧) રામપર પાડાબેકર રોડ (૨) ધુળકોટ બાળગંગા કોયલી રોડ (૩) નવા ખારચીયા એપ્રોચ રોડ (૪) રામગઢ એઙ્ઘોચ રોડ (૫) કળષ્ણનગર પીઠડ પડાણા રોડ (૬) ધ્રોલ તાલુકાના નાના ગરેડીયા રોડ (૭) ગઢડા રોડ (૮) કાતડા એપ્રોચ રોડ (૯) જાલીયા સુમરા રોડ (૧૦) કાલાવડ તાલુકાના નાના વડાળા ડાંગરવાડા રોડ (૧૧) મોટી ભગેડી-દાવલી-મોરવાડી-બોડી રોડ (૧૨) હકુતી સરવાણીયા ધુનધોરાજી રોડ (૧૩) સોયલ-નથુવડલા રોડ (૧૪) રીનારીથી હાઈવે સુધીનો રોડ (૧૫) બેરાજા બાંગા રોડ (૧૬) ખારવા-બીજલકા ઈટાળા રોડ (૧૭) પડધરી તાલુકાના જીવાપર ખોખરી રોડ મળીને કુલ ૩૭.૯૫ કરોડ રૂપીયાના રોડના કામો મંજુર કરાવ્યા છે. જયારે ગત વર્ષે કાલાવડ તાલુકાના ગામડાઓના કહેવાતા ગાડા મારગોને ડામરથી મઢવાનું કામ મંજુર કરાવ્યા બાદ પોતાના વતન ખારવા ગામે આશરે ૬ કરોડનો ખર્ચે ઐતિહાસીક બ્રીજ બનાવ્યા અને હમાપરમાં ૭ કરોડનો બ્રીજ મંજુર કરાવ્યા બાદ આ વર્ષે ખારવાથી જાયવા સુધી સીધો જ નોન પ્લાન રસ્તો એટલે કે ગાડા મારગને ડામરથી બનાવવા માટે ૩ કરોડની રકમ મંજુર કરાવી છે અને કાલાવાડ તાલુકાના મોટી નાગાજરથી પીઠડીયા રોડ ૪ કરોડ તેમજ વર્ષોથી માંગણી હતી એવા જોડીયા તાલુકાથી મોરબી તાલુકાને જોડતો ગાડા મારગ કોઠારીયાથી આમરણ સુધીનો રસ્તો ૬ કરોડના ખર્ચે મંજુર કરાવીને કુલ ૧૧.૮૦ કરોડના કામો મંજુર કરવામાં આવ્યા છે. આમ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના ઓછુ બોલીને વધુ કામ કરવાની ટેવ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ગળે ઉતરી હોય તેમ પોતાના વિસ્તારના મોટા ભાગના તમામ રસ્તાઓ બ્રીજના કામો મંજુર કરાવવામાં સફળ રહયા છે જેમા સાંસદ પુનમબેન માડમ તેમજ પુર્વ કળષીમંત્રી આર.સી. ફળદુ સહીત ધ્રોલ-જોડીયા-કાલાવડ-મોરબી તાલુકા ભાજપ સંગઠનનો સહયોગ રહયો છે અને આ કામો મંજુર થતા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ હાશકારો અનુભવીને લોકોને સુવિધા આપવામાં સફળ થતા મુખ્યમંત્રી અને રાજય સરકારનો આભાર વ્યકત કર્યો છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
