તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
આકાશ ખુલ્લુઃ વાદળા વિખેરાયાઃ સર્વત્ર તડકોઃ મેઘરાજાનો સંપૂર્ણ વિરામ?
જામનગર જિલ્લાનાં વાંસજાળીયામાં પોણા ર ઇંચ, પરડવામાં પોણો ઇંચ વરસાદઃ છૂટો છવાયો હળવો વરસાદ વરસ્યો

આટકોટ : વરસાદ બાદ નદીઓ છલકાઇ ગઇ હતી. અને સંધ્યા ખીલી હતી તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : કરશન બામટા -આટકોટ)
રાજકોટ તા. ૩૦ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી આકાશ ખુલ્લુ થઇ ગયું છે અને વાદળા વિખેરાયા છે અને સર્વત્ર તડકો નીકળ્યો છે.
જેના કારણે મેઘરાજાએ સંપૂર્ણ વિરામ લીધો હોય તેવો માહોલ સર્જાયો છે.
આવા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો હળવો વરસાદ કોઇ-કોઇ જગ્યાએ વરસી જાય છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના વાંસજાળીયામાં પોણા ર ઇંચ તથા પરડવામાં પોણો ઇંચ વરસાદ પડયો હતો.
બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૭, મહત્તમ તાપમાન ૩૪, ભેજનું પ્રમાણ ૮પ ટકા, પવનની ગતિ ૭.૩ કિ. મી. રહી હતી.
આટકોટ
(કરશન બામટા દ્વારા) આટકોટ : આટકોટ બપોરે ધોધમાર વરસાદ વરસતા ખારી નદી છલકાઇ ગઇ હતી. બપોરના સમયે વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ હતો જેને લઇ ઉપર વાત વરસાદના કારણે ગોવીદડી નદીમાં પૂર આવ્યું હતું. જેને ખારી ભાદર નદી છલકાઇ ગઇ હતી. ખેડૂતોમાં ચિંતા લાગણી ફેલાઇ ગઇ હતી. કપાસનો પાકને નુકસાન થયું છે.
કાલે ખીલેલી સંધ્યાને અદ્્ભૂત નજારો ઉભો થયો હતો. નભમાં ખીલેલી સંધ્યાને આંબવા મથી રહેલા અશ્વાર અને ઠંડા આહલાદક વાતાવરણ વચ્ચે વાદળોમાંથી ગળાઇને આવી રહેલા સોનેરી સૂર્યકિરણો એક અનોખું અલૌકિક અને અદ્્ભૂત ચિત્ર ખડુ કરી રહ્યા હતાં. આજે કુદરતી સૌંદર્ય ભરપુર જોવા મળ્યું હતું લોકોએ આ કુદરતી દ્રશ્યને મોબાઇલમાં કેદ કર્યું હતું.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
