તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
વાગડની અસ્મિતા બચાવવા જાગૃત થવા કચ્છ અજરામર ટ્રસ્ટની હાકલ
સૂચિત નવા જિલ્લામાં સમાવેશ કરવાની હિલચાલ દુઃખદાયી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩૦: કચ્છ પ્રદેશના અભિન્ન અંગ અને પોતાની અનોખી ભાતીગળ સંસ્કળતિ ધરાવતા વાગડ વિસ્તારના રાપર તાલુકાને કચ્છ જીલ્લામાંથી અલગ કરી બનાસકાંઠાના રાધનપુર અથવા થરાદના સૂચિત નવા જિલ્લામાં સમાવેશ કરવાની ઉચ્ચ સ્તરે ગતિવિધિઓ થઇ રહી હોવાના અખબારો અને વિવિધ મીડિયા માધ્યમોમાં પ્રસારિત થયેલા સમાચારોથી સમગ્ર વાગડવાસીઓમાં દુઃખની લાગણી સાથે આક્રોશ વ્યાપી ગયો છે.
કચ્છએ જિલ્લો માત્ર જ નહી પરંતુ એક વિશાળ પ્રદેશ છે અને તેમાં વાગડ પોતાના ગૌરવશાળી ઈતિહાસ સાથે કચ્છથી સંપૂર્ણપણે જોડાયેલું છે ત્યારે વાગડને કચ્છમાંથી અલગ પાડવાનો વિચાર માત્ર પણ મહાપાપ ગણાય તેમ શ્રી અજરામર ટ્રસ્ટના મંત્રી મયુર બોરીચાએ જણાવ્યું હતું. વર્ષો સુધી વાગડને વિકાસમાં કાયમ અન્યાય થતો રહ્યો છે અને જ્યારે આ વિસ્તાર હરિયાળા અને સર્વાંગીણ વિકાસ સાથે આગળ વધી રહ્યો છે ત્યારે આ વિસ્તારના મહત્વના તાલુકાને જિલ્લામાંથી અલગ કરવો એ અયોગ્ય પગલું ગણાશે અને આવો કોઈ નિર્ણય લેવાય તો વાગડની અસ્મિતાને જાળવવા અને બચાવવા દેશ દેશાવરમાં વસતા વાગડવાસીઓએ રાજકીય વિચારધારાઓને એક બાજુ મૂકી બિન રાજકીય રીતે લડત આપવા પ્રતિબદ્ધ બનવું પડશે.
કચ્છ જિલ્લાની મૂળભૂત સંસ્કળતિ સાથે વાગડ હ્રદયથી જોડાયેલું છે, રાજા રજવાડા, અનેક પુરાતત્વીય અને ઐતિહાસિક ધરોહરોની શોભામાં અભિવળદ્ધિ કરતા હડપન્ન સંસ્કળતિ,રવેચીધામ,મોમાયધામ, અને ઐતિહાસિક ગેડી,બેલા જેવા વિસ્તારો વાગડની શાન છે આવા ઐતિહાસિક વિરાસત ધરાવતા વાગડને કચ્છથી અલગ કરવાનો વિચાર કચ્છના હિતમાં ન હોવાનો સુર સંસ્થાના સૌ ટ્રસ્ટીઓએ વ્યક્ત કરવાની સાથે વાગડની અસ્મિતાને બચાવવા માટેના સકારાત્મક પ્રયાસોમાં સંસ્થા સહભાગી બનવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
