તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
નમો ભારત પદયાત્રી સેવા કેમ્પના બીજા દિવસે હજારો યાત્રાળુઓએ
સેવા કેમ્પનો લાભ લીધો : સાંસદ વિનોદભાઇ ચાવડા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩૦ : કચ્છમાં માં આશાપુરાના દર્શનાર્થે પદયાત્રીઓનો પ્રવાહ અવિરત ચાલુ છે ત્યારે ભુજ તાલુકાના મીરઝાપર ગામ પાસે મોરબી કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ની પ્રેરણા અનેᅠ આયોજનથી સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ - ભુજ દ્વારા નમો ભારત પદયાત્રી સેવા કેમ્પ તારીખ : ૨૮/૦૯/૨૦૨૪ થી શરૂ કર્યો છે, બે દિવસમાં તારીખ ૨૯/૦૯/૨૦૨૪ નાં હજારો પદયાત્રી ઓ આ સેવા કેમ્પનો લાભ લીધો છે, વિશાલ ડોમ માં યોજાયેલ આ સેવા કેમ્પ માં ૨૪ કલાક મેડીકલ, શોફિદ્રંક તથા મીલેટસ (બાફેલા કઠોળ) કે જે યાત્રિકોને સ્ટેમિના પૂરું પાડે છે, તેની સેવા અવિરત ચાલુ છે, કેમ્પમાં આયોજક સંસ્થાના મોવડીઓ લોકસભા પરિવારનાં સ્વયંસેવકો દિવસ રાત સેવા આપી રહ્યા છે.
સાંસદ વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે કચ્છનાં કુળદેવી માં આશાપુરા માતાના મઢ જતા લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને વાહન ચાલકો માટે આ કેમ્પો રસ્તામાં આયોજિત છે, વ્યવસ્થા અને કોઈ તકલીફ પદયાત્રીઓને ન થાય માટે તંત્ર પણ જાગૃત છે અને સેવા કેમ્પના સંચાલકો જાગૃત છે.ᅠ
નમો ભારત પદયાત્રી સેવા કેમ્પમાં આરામ માટેની પણ વ્યવસ્થા છે, તેમજ સેલ્ફી પોઈન્ટ, આપના વડાપ્રધાનશ્રી જયારે પણ કચ્છ પધાર્યા છે ત્યારની તસ્વીર જહાલક પ્રદર્શની મીઠડો આવકાર અને પદયાત્રી કે વાહન યાત્રાળુઓ સુખ રૂપ યાત્રા સફળ થાય માટેની અભ્યર્થના કરવામાં આવે છે, તેમ સાંસદશ્રી ચાવડા એ જણાવ્યું હતુંᅠ
નમો ભારત પદયાત્રી સેવા કેમ્પના બીજા દિવસે પヘમિ કચ્છ જીલ્લા કમાન્ડન્ટ મનીષભાઈ બારોટ, મોહનભાઈ ચાવડા, ધવલરાજ સોલંકી, હિતેશભાઈ ગોસ્વામી, મયુરસિંહ જાડેજા, યોગેશભાઈ ત્રિવેદી, વિષ્ણુભાઈ ચૌધરીએ સેવા આપી હતી
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
