તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
ઉનાના વૈદ્ય પાંચાભાઇને ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની માનદ્ પદવી
સોમનાથમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પદવી એનાયત

(નવીન જોષી દ્વારા) ઉના તા.૩૦: દેશી વૈદ્યમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વૈદ પાંચાભાઇ દમણીયાને સોમનાથમાં યોજાયેલા સમારંભમાં ભકતકવિ નરસિંહ મહેતાની માનદ્ પદવી રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે એનાયત કરવામાં આવી હતી.
સોમનાથમાં યોજાયેલ ગરીમાપૂર્ણ સમારંભમાં રાજયના શિક્ષણમંત્રીશ્રી પાનસુરીયા, સોમનાથ ટ્રસ્ટના લહેરી, જુદી-જુદી યુનિવર્સિટીઓના ઉપકુલપતિશ્રીઓ, ડીર્ન, વિવિધ કોલેજના પ્રિન્સીપાલશ્રી, શિક્ષણપ્રેમીઓ અને શુભેચ્છકો, નિવૃત કેળવણી, નિરિક્ષક દેવશંકર પુરોહિત, ડાયાભાઇ જુનાગઢના એડવોકેટ વાજા, બકરાણીયા અને ગોલ્ડ મેડાલીસ્ટોની ઉપસ્થિતિમાં વૈદ પાંચાભાઇ દમણીયા અને કથાકાર ડો.મહાદેવપ્રસાદ મહેતાને માનદ ડીગ્રી એનાયત રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે કરવામાં આવેલ.
સમારંભમાં દિપ-પ્રાગટય ત્યારબાદ યુનિવર્સીટીના વી.સી. શ્રી ચેતન ત્રિવેદીએ સ્વાગત પ્રવચનમાં કહેલ કે આ વિસ્તારના બે વિદ્વાનોને માનદ ઉપાધિ આપતા ગોૈરવ અનુભવીએ છીએ. ત્યારબાદ ઓડિયો વિઝલ ફીલ્મથી યુનિવર્સિટીનો પરિચય આપવામાં આવેલ. પી.કે. લહેરીએ વિદ્યાર્થીઓને ઉચા સ્વરનો સેવવા સફળતા માટે શુભેચ્છા પાઠવેલ, શિક્ષણમંત્રીશ્રી પાનસુરીયાએ વિદ્યાર્થીઓએ મેળવેલ સિધ્ધી માટે અભિનંદન આપેલ.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
