<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

આટકોટના યુવાને No Drugs Campaign માટે ૧૬,૫૬૦ ફૂટની ઊંચાઈએ ત્રિરંગો લહેરાવ્‍યો

હર્ષલ ગોહેલ સાથે અગીયાર યુવાનોનો યુવાનોમાં વઘી રહેલા ડ્રગ સેવનના દુષણ સામે જાગરૂતી લાવવા પ્રયાસ

(વિજય વસાણી દ્વારા)આટકોટ, તા.૩૦: ભારત આજે વિશ્વનો સૌથી વધુ યુવાધન ધરાવતો દેશ છે જેમાં ઐતહાસિક સમયથી ભારત નિર્માણમાં ગુજરાતીઓનીં ભૂમિકા મહત્‍વપૂર્ણ રહી છે જેમાં ગુજરાતીઓ વધુ એક પરાક્રમ જોડ્‍યુ હતું કે જેમાં રાજકોટના નાનકડાં એવા આટકોટ ગામનાં હર્ષલ ગોહેલ ઉપરાંત ૧૧ સાહસિક યુવાઓની ટીમ દ્વારા તારીખ ૨૬ સપ્‍ટેમ્‍બર ના રોજ ખુબ મુશ્‍કેલ ગણાતા પીર પંજાલ રેન્‍જ સ્‍થિત હિમાચલમાં આવેલા માઉન્‍ટ જગતસુખ કે જેની ઊંચાઈ ૧૬,૫૬૦ ફૂટ છે; જેમા દુર્ગમ ચઢાણ અને અત્‍યંત નીચા તાપમાનનો સામનો કરી ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્‍યો હતો તથા NO DRUGS CAMPAIGNનો સંદેશ આપ્‍યો હતો

ઇન્‍વિન્‍સિબલ એન.જી.ઓ ભારતનું સૌથી મોટું ટ્રેકિંગ અને એડવેન્‍ચર ઓર્ગેનાઇઝેશન છે જેના દ્વારા આ યુવાઓને કઠોર તાલીમ આપવામાં આવી હતી કે જેમાં દરરોજ ૫ કિમી નું રનીંગ, સામાન સાથે ચઢ ઉતરની પ્રેક્‍ટિસ અને યોગ પ્રાણાયામનો અભ્‍યાસ ,ટ્રેકિંગ અને પર્વતારોહણ નો આગવો અનુભવ ધરાવતા પ્રતિયોગીઓની પસંદગી કરવામાં આવી હતી આ ઉપરાંત વિડિયો લેક્‍ચર દ્વારા ટેકનિકલ તાલીમ આપવામાં આવી હતી અને ત્‍યાર બાદ શારીરિક કસોટીના આધારે તેઓની પસંદગી કરવામાં આવી હતી.

તા ૨૧ સપ્‍ટેમ્‍બરના રોજ મુશ્‍કેલ ગણાતા માઉન્‍ટ જગતસુખ તરફ પ્રયાણ કર્યું હતું અને તા ૨૬ સપ્‍ટેમ્‍બર ના રોજ શિખર સર કરી ૧૬,૫૬૦ ફૂટની ઊંચાઈ એ તિરંગો લહેરાવ્‍યો હતો, ઇન્‍વિન્‍સિબલ એન.જી.ઓ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા ડ્રગ્‍સ ના દૂષણ ને નાથવા રાત દિવસ પ્રયત્‍નો કરી રહી છે માટે NO DRUGS CAMPAIGN નો મેસેજ આપ્‍યો હતો જેથી યુવાઓમાં ડ્રગ્‍સ માટેની જાગળતતા વધે માટે સમગ્ર ટીમને ઇન્‍વિન્‍સિબલ એન.જી.ઓ દ્વારા સ્‍પોન્‍સર કરવામાં આવી હતી.

આ ૧૨ સાહસિક યુવાની ટીમમા હર્ષલ ગોહેલ  ઉપરાંત ભાવેશ બાંભણીયા, ભાવિન ગોહિલ, સમર્થ વાછાની, વિશુ બલર, હરિન ભાવસાર, ધ્રુવ પટેલ, વેદાંત ધોળકીયા, દેવાંશ રાવલ, સાગર જસાણી, સાગર ફળદુ, યશ આહુજા એ ત્રિરંગો લહેરાવી દેશનું ગૌરવ વધાર્યું હતું.

ઇન્‍વિન્‍સિબલના આ ૧૨ પર્વતારોહકોનુ નો ડ્રગ્‍સ અવરનેસ અભિયાન ખૂબ જ પ્રશંશનીય છે

(12:16 PM IST)