<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

સૌરાષ્‍ટ્રની સહકારી સંસ્‍થાઓ દ્વારા નવા આદર્શો સ્‍થાપિત : ભૂપેન્‍દ્રભાઇ

જામકંડોરણામાં જિલ્લા બેંક સહિત ૭ સહકારી સંસ્‍થાઓની સાધારણ સભામાં મુખ્‍યમંત્રીનું ઉદ્‌બોધન જિલ્લા બેંકના સભાસદોને ૧૫ ટકા ડીવીડન્‍ડ : પારડી પાસે વિઠ્ઠલભાઇના નામથી સહકારી તાલીમ ભવન બનાવવાની જયેશ રાદડિયાની જાહેરાત

ગઇકાલે જામકંડોરણા ખાતે યોજાયેલ જિલ્લાની સહકારી સંસ્‍થાઓની સંયુકત સાધારણ સભા પ્રસંગે ભૂપેન્‍દ્રભાઇ પટેલ, દિલીપ સંઘાણી, રાઘવજી પટેલ વગેરેએ હાજરી આપેલ. બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ સૌને આવકારી પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું. (તસ્‍વીર : સંદીપ બગથરિયા)

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૩૦ : જામકંડોરણા કુમાર છાત્રાલય ખાતે  રાજકોટ જિલ્લાની સાત સહકારી સંસ્‍થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાઇ. મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની અધ્‍યક્ષતામાં જામકંડોરણામાં રાજકોટ જિલ્લાની અગ્રણી સાત સહકારી સંસ્‍થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાઈ. મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે, રાજકોટ જિલ્લા સહકારી બેન્‍ક સહિત જિલ્લાકક્ષાની સાત સહકારી સંસ્‍થાઓનો વાર્ષિક સાધારણ સભા-સમારોહ યોજાયો હતો. આ વાર્ષિક સાધારણ સભામાં રાજકોટ તથા મોરબી જિલ્લાની સહકારી સંસ્‍થાઓના ઙ્કતિનિધિઓ તથા સહકારી આગેવાનો વિશાળ સંખ્‍યામાં હાજર રહ્યા હતા.

કાર્યક્રમના અધ્‍યક્ષસ્‍થાનેથી સંબોધન કરતા મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આપણને ‘સહકારથી સમળદ્ધિ'ના સૂત્ર સાથે સહકારી ક્ષેત્રે આગળ વધવાનો કાર્યમંત્ર આપ્‍યો છે. ગુજરાત આઝાદીના આંદોલનમાં પણ અસહકારની ચળવળમાં અગ્રેસર હતું. આજે એ જ ગુજરાત વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતળત્‍વમાં સહકારી ક્ષેત્રમાં અગ્રેસર છે. ગુજરાતમાં આવેલી સહકારી ક્રાંતિને ભારતભરમાં વ્‍યાપક બનાવવા માટે વડાપ્રધાનશ્રીએ સહકાર મંત્રાલયની સ્‍થાપના કરેલી છે.

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, રાજકોટ અને મોરબી જિલ્લાની ૪૫૦ જેટલી સહકારી મંડળીઓના આશરે બે લાખ ૩૫ હજાર જેટલા ખેડુતો આ બેન્‍ક સાથે જોડાયેલા છે.  વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈએ આ બેન્‍કના નવા ભવનનું ઉદ્‌ઘાટન કર્યું હતું, તેનો ઉલ્લેખ કરતા મુખ્‍યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ બેન્‍ક આજે નાના માણસોને ૨૪ કલાક રોકડની સેવા આપી રહી છે. આ બેન્‍ક નાના માણસો અને નાના ખેડૂતોની મોટી બેન્‍ક તરીકે ઊભરી આવી છે. રાજકોટ જિલ્લા દૂધ ઉત્‍પાદક સંઘ પણ ગોપાલ ડેરી ચલાવી પશુપાલકોના કલ્‍યાણ માટે કાર્ય કરી રહ્યો છે. આ સંઘ સાથે જોડાયેલી અડધાથી પણ વઘુ મંડળીઓ મહિલાઓ સંચાલિત છે. આ રીતે વડાપ્રધાનશ્રીનાસ્ત્રી સશક્‍તિકરણ તથા વુમન લેડ ડેવલપમેન્‍ટના વિચારને રાજકોટ દુધ ઉત્‍પાદક સંઘ સાર્થક કરી રહ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, રાજકોટ સહકારી ક્ષેત્રે વર્ષોથી ઉતરોત્તર પ્રગતિ કરતું આવ્‍યું છે. રાજકોટ અને સૌરાષ્‍ટ્રની સહકારી સંસ્‍થાઓએ સહકારિતા ક્ષેત્રે નવા આદર્શો પ્રસ્‍થાપિત કર્યા છે. સહકારી અગ્રણીઓ સ્‍વ.શ્રી અરવિંદભાઈ મણીયાર, સ્‍વ. શ્રી વલ્લભભાઈ તથા સ્‍વ. શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાને સ્‍મળતિ અંજલી આપતા મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, સૌરાષ્‍ટ્રમાં સહકારિતા ક્ષેત્રને મજબૂત કરવામાં આ મહાનુભાવોનું વિશેષ યોગદાન છે.

તેમણે વર્ષ ૨૦૨૩-૨૪ માટે સભાસદોને ૧૫% ડિવિડન્‍ડ આપવાની જાહેરાત કરી હતી. તેમજ તેમણે શેર ભંડોળ, રિઝર્વ ફંડ, થાપણો, ધિરાણો, રોકાણોમાં છેલ્લા સાત વર્ષ દરમિયાન થયેલા વધારાને રજૂ કર્યો હતો. ઉપરાંત, તેમણે કેન્‍દ્ર સરકારની ‘સહકાર સે સમળદ્ધિ' યોજના અન્‍વયે ખેડુતોના બેન્‍કમાં ખાતા ખોલાવવાની કામગીરીને ધ્‍યાને લઈને બેન્‍ક લોન મેળવતી દરેક ખેતી વિષયક મંડળીઓના મંત્રીઓને પ્રોત્‍સાહિત રકમ રૂ. ૫૦૦૦ આપવા, ગ્રામ્‍ય સૌર ઊર્જા યોજના હેઠળ રૂ. ૩ લાખની મર્યાદામાં લોન આપવા સહિતની જાહેરાતો કરી હતી.

આ તકે રાજકોટ જિલ્લા સહકારી બેન્‍કના ચેરમેન  જયેશભાઈ રાદડિયાએ સહકારી ક્ષેત્ર માટે નવું તાલીમ ભવન બનાવવાની જાહેરાત કરતા કહ્યું હતું કે, રાજકોટ ગોંડલ હાઇવે પર પારડી ખાતે પાંચ હજાર ચોરસ મીટરમાં સ્‍વ. વિઠ્ઠલભાઈ રાદડિયા સહકાર તાલીમ ભવન બનાવવામાં આવશે.

આ તકે રાજકોટ જિલ્લા સહકારી બેન્‍કની ૬૫મી વાર્ષિક સાધારણ સભા જયેશભાઈ રાદડિયા, ચેરમેનશ્રી - શ્રી રાજકોટ ડિસ્‍ટ્રિકટ કો-ઓપ.બેંક લીના અધ્‍યક્ષસ્‍થાને મળી હતી.  જયેશભાઈ રાદડિયાએ બેન્‍કનો સને ૨૦૨૩-૨૦૨૪ના વર્ષનો ચોખ્‍ખો નફો રૂ.૮૭ કરોડ થયાની અને સભાસદોને ૧૫ ટકા ડિવિડન્‍ડ આપવાની જાહેરાત કરી હતી. આ વાર્ષિક સાધારણ સભામાં ૧૫ વર્ષથી વધુ સતત પ્રમુખ તરીકે સેવા આપનાર પ્રમુખશ્રીઓને સાફો, ફુલહાર, શાલ, શિલ્‍ડ અને પુરસ્‍કાર રૂપે રૂા.૨૧,૦૦૦ના ચેકથી સન્‍માનિત કરવામાં આવ્‍યાં હતા.

આ સાથે બેન્‍કની અકસ્‍માત વીમા યોજના અન્‍વયે અકસ્‍માતે અવસાન પામેલા ૧૨ સભાસદોના વારસદારોને રૂા. ૧૦ લાખના ચેક તથા વિઠ્ઠલભાઈ રાદડિયા મેડીકલ સહાય યોજના હેઠળ રૂા.૧૫,૦૦૦ હજારનાં ચેક મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે અર્પણ કરવામાં આવ્‍યા હતા.

આ તકે ઈફકો-ન્‍યુ દિલ્‍હીના ચે૨મેન  દિલીપભાઈ સંઘાણીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

મુખ્‍યમંત્રીશ્રી જામકંડોરણા હેલિપેડ પધાર્યા ત્‍યારે જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશી, નાયબ રેન્‍જ આઈ.જી. શ્રી જયપાલસિંહ રાઠોર, જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્‍હાણેએ તેમનું પુષ્‍પગુચ્‍છથી અદકેરૂં સ્‍વાગત કર્યું હતું.

આ કાર્યક્રમમાં સાંસદ  રામભાઈ મોકરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબહેન રંગાણી, રાજકોટ મહાનગર પાલિકાના મેયર નયનાબહેન પેઢડિયા, ધારાસભ્‍યો સર્વ દુર્લભજીભાઈ દેથરિયા,  કાંતિભાઈ અમળતિયા, રમેશભાઈ ટીલાળા, મહેન્‍દ્રભાઈ પાડલિયા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ  હંસાબેન પારઘી, અગ્રણી ભરતભાઈ બોઘરા અને  અલ્‍પેશભાઈ ઢોલરિયા, સહકારી મંડળીઓના રજિસ્‍ટ્રાર  ઉપાધ્‍યાય, ગુજરાત સ્‍ટેટ કો.-ઓપ. બેન્‍કના ચેરમેન  અજયભાઈ પટેલ, નાબાર્ડના સી.ઈ.ઓ. બી. કે. સીંઘલ, નાબાર્ડના જનરલ મેનેજર  સોમેન્‍દરસિંઘ, રાજકોટ ડિસ્‍ટ્રી. કો.-ઓપ. બેન્‍કના વા.ચે૨મેન મગનભાઈ વડાવીયા, મેનેજીંગ ડિરેકટ૨  ઘનશ્‍યામભાઈ ખાટરીયા, જનરલ મેનેજર  વી.એમ. સખીયા, રાજકોટ દૂધ સંઘના અધ્‍યક્ષ  ગોરધનભાઈ ધામેલિયા, રાજકોટ ડેરીના પૂર્વ અધ્‍યક્ષ ગોવિંદભાઈ રાણપ૨ીયા, કાંતિભાઈ જાગાણી એડવોકેટ નરસીભાઇ મંગલપુરા એડવોકેટ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્‍ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરકિશનભાઈ માવાણી ધોરાજી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રામભાઈ હેરભા ધોરાજી ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ જયેશભાઈ વોરા સમસ્‍ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી જિલ્લા ભાજપના અગ્રણી ભાનુભાઈ મેતા ચંદુભા ચૌહાણ શામજીભાઈ દેસાઈ અન્‍ય સહકારી આગેવાનો, ખેડૂતો હાજર રહ્યા હતા.

 રાજકોટ બેંક લિમિટેડ મગનભાઈ વડાલિયા જિલ્લા ભાજપના પ્રમુખ અલ્‍પેશભાઈ ઢોલરીયા રાજકોટ ડિસ્‍ટ્રીક બેંકના એમ.ડી ઘનશ્‍યામભાઈ ખાટરીયા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ગોવિંદભાઈ રાણપરીયા પ્રભારી રાજકોટ જિલ્લા ભાજપના ધવલભાઈ દવે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી તેમજ મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્‍પાદક સહકારી સંઘના ચેરમેન સંગીતાબેન કગથરા વગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહેલ હતા  તેમજ રાજકોટ જિલ્લાની સાત સહકારી સંસ્‍થા જેમાં રાજકોટ જિલ્લા ડિસ્‍ટ્રિક્‍ટ કોપરેટીવ બેંક લિમિટેડના ચેરમેન જયેશભાઈ રાદડિયા જનરલ મેનેજર વી.એમ સખીયા રાજકોટ જિલ્લા દૂધ ઉત્‍પાદક લિમિટેડના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા મેનેજિંગ ડિરેક્‍ટર જયકિશનભાઇ ગાબરા રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ લિમિટેડના ચેરમેન મગનભાઈ ઘોણીયા મેનેજર આર સી પટેલ રાજકોટ જિલ્લા સહકારી સંઘના ચેરમેન દિનેશભાઈ ભુવા એજ્‍યુકેટીવ ઓફિસર જયશ્રીબેન ત્રિવેદી રાજકોટ જિલ્લા કો-ઓપરેટીવ કોટન માર્કેટ લિમિટેડના ચેરમેન લલીતભાઈ રાદડિયા મેનેજર સંદીપભાઈ ગઢિયા રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રા લિમિટેડના ચેરમેન રવજીભાઈ હિરપરા મેનેજર કમલેશભાઈ મોદી રાજકોટ જિલ્લા સહકારી બેંક કર્મચારી સહકારી મંડળી લિમિટેડના ચેરમેન લલીતભાઈ ઠુંમર તેમજ મંત્રી એમ.પી રાદડિયા વગેરે સાત સંસ્‍થાને એક સાથે વાર્ષિક સાધારણ સભાની અહેવાલ તેમજ વિસ્‍તળત માહિતી આપશે તેમ જ રાજકોટ જિલ્લા કક્ષાની સહકારી સંસ્‍થાઓ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવળત્તિઓ અને સહકારી સંસ્‍થાઓના સભાસદોને સહકારી પ્રવળત્તિના વિકાસ નક્કર સૂચન મળે અને ખેતી ગ્રામીણ વિકાસ અને સહકારી માળખાની મજબૂત બનાવવા માટે ગુજરાતના મુખ્‍યમંત્રી  ભુપેન્‍દ્રભાઈ પટેલ તેમજ વિશિષ્ટ મહાનુભાવો ની ઉપસ્‍થિતિ રહેલ હતા 

 જેમાં પ્રમુખશ્રીઓનો સેવા સન્‍માન તેમજ અકસ્‍માત વીમા ચેકનું વિતરણ કરવામાં આવેલ સહકારી શિબિર યોજાઇ હતી મોટરસાયકલ ઇનામ વિતરણ વગેરે કાર્યક્રમો આ સમારંભમાં યોજાયેલ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ જિલ્લાની સાત સહકારી સંસ્‍થાઓના આગેવાનો વી એમ સખીયા અને કર્મચારીઓ જહેમત ઉઠાવી હતી.

(12:19 PM IST)