તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
૭૦૦ લોકો દ્વારા સમુદ્રમાં ડૂબેલી દ્વારકાની જગ્યા પર વિશ્વનો સૌથી મોટો હયુમન ફલોટીંગ લોગો બનાવાશે

દક્ષિણ ભારતીય એનજીઓ દ્વારા વેબસાઇટ લોન્ચની સાથોસાથ આગામી ર૧મી ડિસેમ્બરે વર્લ્ડ સન્કન સીટી ડે નિમિત્તે જય દ્વારકા અભિયાન અંતર્ગત દ્વારકાની પંચકુઈ બીચ નજીક જે જગ્યા પર સમુદ્રમાં ડૂબેલી દ્વારકાના અવશેષો પ્રાપ્ત થયા છે તે જગ્યા પર બીચ નજીક અરબી સમુદ્રની અંદર ૭૦૦ લોકો દ્વારા વિશ્વનો સૌથી મોટો હયુમન ફલોટીંગ લોકો બનાવવા પ્રયાસ હાથ ધરાશે. વિશ્વભરમાં ડૂબી ગયેલાં શહેરોના સંરક્ષણની થીમ સાથે વર્તમાનમાં ૪૬૦ લોકોના રેકોર્ડને તોડી કુલ ૭૦૦ લોકો સાથે વિશ્વનો સૌથી મોટો ફલોટીંગ લોગો - ઈમેજ નો રેકોર્ડ બનાવવા સંસ્થા દ્વારા વેબસાઈટ લોન્ચીંગની સાથે ભવિષ્યની મેગા ઇવેન્ટની તૈયારીનો આરંભ કરી દીધો છે. આ અંગે જરૂરી સરકારી મંજૂરી ઈત્યાદિ અંગે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
શ્રીકળષ્ણના પ્રતિક સમા મોરપિંછથી બનેલ સાત ભાગમાં વિભાજીત ગોળાકાર લોગો બનાવાશે
ર૧મી ડિસેમ્બરે પંચકુઈ બીચ પર જય દ્વારકાની થીમ સાથે યોજાનાર મેગા ઇવેન્ટમાં સમુદ્રમાં ૭૦૦ લોકો દ્વારા ગોળાકાર શેપમાં કુલ સાત ભાગોમાં વહેંચાયેલો અને શ્રીકળષ્ણના પ્રતિક સમા મોરપિંછ આકારનો ફલોટીંગ લોગો બનાવવામાં આવશે. જેને આસમાન પરથી નિહાળતાં સમુદ્ર વચ્ચે ગોળાકાર સાત પાર્ટીશન સાથેનો મોરપિંછથી બનેલો કલાત્મક લોગો દ્રશ્યમાન થશે.
દ્વારકાની મહત્તા ઉજાગર કરાશે
દક્ષિણ ભારતીય સંસ્થાના જનરલ સેક્રેટરી રવિન્દ્રનાથના જણાવ્યાનુસાર સંસ્થા દ્વારા આ સાથે જય દ્વારકા મીશન ચલાવવામાં આવશે જેમાં દુનિયાભરમાં ડૂબી ગયેલાં શહેરોમાં દ્વારકા નગરી સૌથી પ્રાચીન હોય જેના લીધે પ્રાચીન દ્વારકાના ઉત્ખનન, જાળવણી વિગેરેના સરકારના પ્રયાસોમાં સહભાગી બની પ્રોત્સાહિત કરવામાં આવનાર છે.(તસ્વીર : દિપેશ સામાણી - દ્વારકા)(
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
