<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

નવરાત્રી પ્રારંભે સંતના આશીર્વાદ

જુનાગઢ : શ્રી સમસ્‍ત બ્રહ્મ+યુવા ટ્રસ્‍ટ(સંગઠન) જૂનાગઢ દ્વારા આયોજિત નવરાત્રી રાસોત્‍સવ - ૨૦૨૪ ની શરૂવાત થવા જઈ રહી છે જે આયોજનનું પહેલું આમંત્રણ ગુરૂના ચરણોમાના ધ્‍યેયથી સંગઠનના સંસ્‍થાપક જયદેવભાઈ જોશી, પ્રમુખ મનીષભાઈ ત્રિવેદી,મહામંત્રી પી.સી.ભટ્ટ,  પરાગભાઈ પંડયા, ઉપપ્રમુખ વીરેન્‍દ્રભાઈ જોશી, ખજાનચી દેવાંગભાઈ વ્‍યાસ, પરેશભાઈ ભટ્ટ, વોર્ડ નંબર ૬નાં પ્રમુખ આનંદભાઈ જોશી અને કાર્યાલય મંત્રી નીરજ જોશી દ્વારા સંત શિરોમણી ,બ્રહ્મ+ગુરૂ એવા ભારતીય સાધુ સમાજના પ્રમુખ શ્રી પ.પુ.શ્રી મુક્‍તાનંદજી બાપુ ચાપરડા ધામના ચરણોમા નિમંત્રણ કાર્ડ અર્પણ કરી અને આશીર્વાદ લીધા હતા અને સાથો સાથ સંગઠનના સંસ્‍થાપક દ્વારા કાર્યક્રમની પૂરી રૂપરેખા સમજાવવામાં આવી હતી

(1:33 PM IST)