તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
ભાવનગરના ઉમરાળામાં અડધો ઇંચ વરસાદ: અન્ય તાલુકામાં મેઘરાજાએ વિરામ લીધો
ભાવનગર શહેરમાં વાદળીયું વાતાવરણ હોય રાત્રે વરસાદ વરસે તેવી શક્યતા

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું છે. આજે સોમવારે સાંજ સુધીમાં માત્ર ઉમરાળા તાલુકામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે .બાકીના તાલુકાઓમાં મેઘરાજાએ વિરામ લીધો હતો.
ભારે વરસાદની આગાહી વચ્ચે ભાવનગરમાં આજે માત્ર ઉમરાળામાં જ અડધો ઇંચ વરસાદ પડ્યો છે. આજે સાંજ ના છ વાગ્યા સુધીમાં ઉમરાળામાં 14 મી.મી. વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેરમાં વરસાદના છ વાગ્યા સુધી વરસાદ પડ્યો નથી. જોકે વાદળીયું વાતાવરણ હોય રાત્રે વરસાદની સંભાવના છે.
આજે ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન 32.7 ડિગ્રી નોંધાયું હતું . જયારે લઘુતમ તાપમાન 24.3 ડીગ્રી રહેવા પામ્યું હતું .વાતાવરણમાં પેજ નું પ્રમાણ 81% રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ 8 કિમી પ્રતિ કલાકની રહી હતી
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
