<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

જામજોધપુર તાલુકાના સતાપર અને ઉદેપુર ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું

87 લાભાર્થીના 111 મેડીસીન સારવાર, 13 સર્જરી, 55 ગાયનેક સારવાર અને 187 નિઃશુલ્ક કૃમિનાશક દવાઓનું વિતરણ એમ કુલ 366 મુંગા જીવોની સારવાર

જામનગર: સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત જામજોધપુર તાલુકાના સતાપર અને ઉદેપુર ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 87 લાભાર્થીના 111 મેડીસીન સારવાર, 13 સર્જરી, 55 ગાયનેક સારવાર અને 187 નિઃશુલ્ક કૃમિનાશક દવાઓનું વિતરણ એમ કુલ 366 મુંગા જીવોની સારવાર કરવામાં આવી હતી.
    કાર્યક્રમ દરમિયાન હાજર પશુ પાલકોને કિસાન ક્રેડિટ કાર્ડના ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ પશુઓમાં થતા ખરવા મોવાસા રસીકરણનો પણ કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો લાભાન્વિત બન્યા હતા. તેમ નાયબ પશુપાલન નિયામક  ડો.તેજસ શુકલ, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવાયું છે

(6:57 PM IST)