તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
કચ્છ યુનિવર્સિટીના સરકારી સમરસ છાત્રાલયમાં પાણી અને જમવાની બુમરાણ: ૪૦૦ છાત્રો પરેશાન
કુમાર અને કન્યા છાત્રાલયના છાત્રોની ફરિયાદે સરકાર અને તંત્ર સામે સર્જી ચર્ચા સાથે ચકચાર, શિક્ષણ મંત્રી પાનશેરિયા કચ્છના પ્રભારી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ : એકબાજુ રાજ્ય સરકાર શિક્ષણ માટે થતાં પ્ રયાસોમાં મોટો ખર્ચ દર્શાવી શિક્ષણ જાગૃતિ માટે કટિબદ્ધતા દર્શાવે છે. બીજી બાજુ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા જે જીલ્લાના પ્રભારી છે ત્યાં જ દીવા તળે અંધારું જેવી પરિસ્થિતિ છે. લાખોના ખર્ચે કચ્છ યુનિવર્સિટીમાં બનાવાયેલ સરકારી કન્યા અને કુમાર છાત્રાલયમાં પાણી અને ભોજનની બુમરાણ છે. ૪૦૦ જેટલા છાત્રોએ આ અંગે સમાજ કલ્યાણ વિભાગ, કચ્છના સાંસદ તેમ જ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ને ફરિયાદ કરી છે. ત્રણ મહિનાથી પાણી, ભોજન તેમ જ સફાઈ અંગે ફરિયાદ કરાઈ છે પરંતુ હજુ સુધી નિરાકરણ નથી. છાત્રો માટે પીવાના પાણીની બોટલો બંધ છે મજબૂરીથી ટાંકાનું ન્હાવા માટે વપરાતું પાણી પીવું પડે છે. મેનુ મુજબ ભોજન અને ભોજનની ગુણવત્તા નથી. નિયમિત સફાઈ કરાતી નથી. ઉચ્ચ શિક્ષણ લેતા છાત્રોની ફરિયાદે ચકચાર સર્જી છે.
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
