તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
પોરબંદરમાં દિવાળીના તહેવારો માટેના બુકીંગમાં ખાનગી ટ્રાવેલ્સની બસોમાં ત્રણથી ચાર ગણા વધુ ભાડા
તહેવારોમાં મનસ્વી ભાડાં લેનારાઓને કોણ રોકશે...?: સામાન્ય વર્ગના મુસાફરો લાચારઃ લાંબા અંતરની એસ.ટી.બસો અને ટ્રેઇનોમાં બુકીંગ મળતુ નથી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર,તા. ૨: આગામી દિવાળી-નૂતન વર્ષ તહેવારો માટે ખાનગી ટ્રાવેલ્સ બસની બુકીંગમાં ત્રણથી ચાર ગણુ ભાડુ વસુલવાનું શરૂ કરતા મુસાફરો ચોંકી ઉઠયાં છે. તહેવારો સમય ખાનગી ટ્રાવેલ્સની બસમાં બમણા કે તેથી વધુ ભાડુ વસુલ કરવાનો છુટો દોર આપનારાઓ કોણ...? તે પ્રશ્ન મુસાફરો ચર્ચામાં રહ્યો છે. આ પહેલા સાતમ આઠમ અને હોળી ધુળેટી તહેવારોમાં ખાનગી ટ્રાવેલ્સ બસોના ડબલ ભાડા સામે દેકારો થયો હતો પરંતુ કશુ પરિણામ આવ્યુ ન હોતું.
ખાનગી ટ્રાવેલ્સની બસમાં તહેવારો સમયે નિયમ મુજબ ભાડા લેવાય તે માટે રાજ્યના વાહનવ્યવહાર મંત્રી પગલા લ્યે તેવી માંગણી ઉઠી છે. લાંબા રૂટની એસ.ટી. બસો અને ટ્રેઇનોમાં બુકીંગ મળતુ નથી..
શહેરોમાં રોજગારી માટે ગયેલાઓ તહેવારોમાં પોતાના વતનમાં જવા માટે ખાગી ટ્રાવેલ્સની બસોમાં અન્ય સામાન્ય દિવસો કરતા વધુ ભાડુ ચુકવવું પડતુ હોય સામાન્ય વર્ગના લોકોનું બજેટ વિખેરાય જાય છે.
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
