તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
પૂ.મોરારીબાપુ જામનગરમા : વિકાસ ગૃહ ખાતે રેતીયો કાતીને મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલી અર્પણ કરી...

જામનગર: ગઈકાલે બપોરે પૂ. મોરારીબાપુ જામનગર ખાતે પધાર્યા હતા તેઓએ રાત્રી રોકાણ અશોકકુમાર જમનાદાસ પટેલના ઘરે કર્યું હતું અને સવારે 9:00 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી વિકાસગૃહ ખાતે ગાંધી જયંતી નિમિત્તે પ્રોગ્રામમાં હાજરી આપી ત્યાં નવું નિર્મિત હોલનું લોકાર્પણ કર્યું હતું અને દાતાઓનુ સન્માન કર્યું હતું.ગાંધી જયંતી નિમિત્તે જામનગરમાં આવેલા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે નવનિર્માણ ભવનનું પ્રખર રામાયણી કથાકાર મોરારીબાપુએ લોકાર્પણ કર્યું હતું. વિકાસ ગૃહ ખાતે પૂ. મોરારીબાપુએ રેટીયો કાતીને ગાંધીજીને શ્રદ્ધા સુમન પણ અર્પણ કર્યા હતા(અહેવાલ : મુકુંદ બદિયાણી,તસવીર :કિંજલ કારસરીયા, જામનગર)
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
