<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

જામનગરમાં સખી ક્‍લબ-૨ દ્વારા વેલકમ નવરાત્રીની રંગદર્શી ઉજવણીઃ સાંસદ પૂનમબેન માડમ અને મહાનુભાવોની પ્રોત્‍સાહક ઉપસ્‍થિતિ

જામનગરઃ પ્રતિવર્ષની માફક શહેરની ૧૫૦૦ કરતાં વધુ સભ્‍ય સંખ્‍યા ધરાવતી પ્રતિષ્ઠિત મહિલા સંસ્‍થા સખી ક્‍લબ -૨ દ્વારા ‘ વેલકમ નવરાત્રિ' ની રંગદર્શી ઉજવણી કરવામાં આવી હતી. પ્રમુખ નિશાબેન અસ્‍વારના માર્ગદર્શનમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહીને સાંસદ પૂનમબેન માડમે દીપ પ્રાગટય કરી શુભકામના પાઠવી હતી. ધારાસભ્‍ય દિવ્‍યેશભાઈ અકબરી, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, સ્‍ટેન્‍ડિંગ કમીટી ચેરમેન નિલેશભાઈ કગથરા, ડેપ્‍યુટી મેયર  ક્રિષ્‍નાબેન સોઢા, કોર્પોરેટર ડિમ્‍પલબેન  રાવલ , કોર્પોરેટર સરોજબેન વિરાણી તથા સ્‍પોન્‍સરશ્રીઓએ ઉપસ્‍થિત રહી વિજેતાઓને પુરસ્‍કાર વિતરણ કર્યું હતું. જામનગરની સુસંસ્‍કળત મહિલાઓએ મોટી સંખ્‍યામાં આ રાસરાત્રિની રમઝટ માણી હતી.(તસ્‍વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી-જામનગર)

(10:21 AM IST)