<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

પોરબંદર કીર્તિ મંદિરની વેબસાઇટનું ભૂપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે લોન્‍ચિંગ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. રઃ ગાંધી જયંતિએ ગાંધી જન્‍મ સ્‍થળ કીર્તિ મંદિરની વેબ સાઇટનું મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.

કીર્તિ મંદિરે ગાંધી જયંતિએ પુષ્‍પાંજલી અર્પણ કરવા આવેલા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇના હસ્‍તે કીર્તિ મંદિરની વેબ સાઇટનું લોન્‍ચિંગ કરવામાં આવ્‍યું હતું. આ વેબસાઇડમાં પ્રવાસીઓને સરળતાથી કીર્તિ મંદિરની માહિતી મળી શકશે.

(10:59 AM IST)