<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

કાલે ગિરનાર અંબાજી મંદિર અંડર વીજ લાઈન પ્રોજેક્‍ટનું ઉર્જા મંત્રીના હસ્‍તે ઈ લોકાર્પણ

સંસદ સભ્‍ય ધારાસભ્‍ય સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહેશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૩: પીજીવીસીએલ દ્વારા ગિરનાર પર્વત અંબાજી મંદિર હયાત ઓવરહેડ વીજ લાઈનની ક્ષમતા વધારીને અંડર ગ્રાઉન્‍ડમાં રૂપાંતરિત કરવાના પ્રોજેક્‍ટનું અને સુત્રાપાડા પેટા વિભાગીય કચેરીના નવનિર્મિત મકાનનું ઇ લોકાર્પણ આવતીકાલ તારીખ ૩ ઓક્‍ટોબરના રોજ સવારે ૯:૦૦ કલાકે ભવનાથમાં ભારતી આશ્રમની બાજુમાં આવેલ આસોપાલવ હોટલ ખાતે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રાખવામાં આવેલ છે.

આ પ્રસંગે જુનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ, સંસદ સભ્‍ય, ધારાસભ્‍ય સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહેશે તેમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ જુનાગઢ વર્તુળ કચેરીની યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

(12:24 PM IST)