તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
સાવરકુંડલાના મોટા જિંજુડા ગામની શિવકુમારી વિદ્યાલયનાં વિદ્યાર્થીઓને ફુડ પોઇઝીંગ થતા સાવરકુંડલા સારવારમાં
એકી સાથે મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોસ્પિટલમાં એક એક બેડ બે બે બાળ દર્દીઓને રાખવા પડયા

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા,તા. ૨: સાવરકુંડલાના મોટા જિંજુડા ગામ પાસે આવેલી અને શિવ કથાકાર રાજુબાપુ દ્વારા સંચાલિત શિવકુમારી વિધાલય માં ધો.૧ થી ૮ માં અભ્યાસ કરતા ઉ. વ. ૪ થી ૧૪ સુધીના પચાસ જેટલા વિદ્યાર્થીઓને આજે બપોરે જમ્યા બાદ ફૂડ પોઈજન થઇ જતા તમામને પ્રથમ મોટા જિંજુડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપી બાદમાં સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ અને પ્રાઇવેટ દવાખાને ઇમરજન્સી ૧૦૮ મારફત ખસેડવામાં આવેલ જ્યાં તમામને દાખલ કરી ફરજ પરના સ્ટાફે સારવાર શરૂ કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ સ્કુલ માં આજે બપોરે ભોજન માં ચૂરમાનાં લાડુ, ખીચડી, રોટલી, અને કારેલા નાં શાક સાથે છાશ પીરસવામાં આવ્યાં હતા જે જમ્યા બાદ ફૂડ પોઇઝીંગ થવા પામ્યુ હતુ. શિવકુમારી વિદ્યાલયમાં હોસ્ટેલમા રહીને અને બાજુના મોટા જીંજુડા ગામમાં રહેતાં વિદ્યાર્થીઓ મળી કુલ ૧૦૮ જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસ કરી રહ્યા છે જેમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓને ફૂડ પોઈજનની અસર થઈ હતી અને સતત ઉલ્ટી ઉબકા થવા લાગ્યા હતા. એકી સાથે મોટી સંખ્યામાં બાળદર્દીઓ સરકારી હોસ્પિટલમાં આવતા હોસ્પીટલમાં એક એક બેડ ઉપર બબ્બે દર્દીને રાખવા પડયા હતા તો તાત્કાલીક વધારાના સ્ટાફને પણ બોલાવી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓની સારવાર શરૂ કરવામાં આવી હતી બનાવની જાણ થતા જિલ્લા પંચાયતના પુર્વ ઉપપ્રમુખ હાર્દિકભાઈ કાનાણી તુરંત દોડી આવ્યા હતા તો આરોગ્ય અને પોલિસ ખાતાના અધિકારીઓ પણ દોડી આવ્યાં હતા.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
