તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
આટકોની કે.ડી.પી. હોસ્પિટલમાં હવે નૂતન બ્લડ બેંક ઉપલબ્ધ બનશે : સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડો.ભરતભાઇ બોઘરા
થેલેસિમિયા દર્દીઓ માટે અનેક રઝળપાટ કરી લાંબા કિલોમીટર કાપતાં દર્દી અને તેના પરિવારને હવે તેમાથી રાહત મેળવશે : એમઓયુ થઈ જતા નવી સુવિધાની કામગીરી વેગવંતી

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.2 : આટકોટની ખ્યાતનામ કે.ડી.પી.હોસ્પિટલમાં હવે થોડાજ સમયમાં બ્લડબેંકનો પ્રારંભ થશે અને તેના માટે MOU પણ થઈ ગયુ છે તેવુ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડો.ભરતભાઇ બોઘરાએ જણાવ્યુ હતુ.
જસદણ તાલુકાના ખોબા જેવડા આટકોટ ગામમાં સુવિધા કે વિકાસ કાર્યની ગતિ ઉડીને આંખે વળગે તેવી છે હવે આટકોટ સ્થિત કે.ડી.પરવાડિયા હોસ્પિટલ નવી ઉડાન સાથે દર્દીદેવો ભવની ભાવના અને સામાન્યથી દર્દનાક દર્દની સારવાર રાહતદરે મળે તેવી ભાવના અહીંના ડોકટર તેમજ ટ્રષ્ટ મંડળની રહી જ છે હોસ્પિટલ સેવા રાહત અને સંપૂર્ણ સેવાથી હોસ્પિટલમાં દર્દીઓ દૂર દૂર થી આવી દર્દોને દૂર કરી રાહત મેળવી રહ્યા છે ત્યારે હવે અહીં હોસ્પિટલ બાદ મેડિકલ કોલેજનું પણ અદ્યતન બિલ્ડીંગનું નિર્માણ કાર્ય શરૂ છે જે અનેક ડૉક્ટરને તૈયાર કરી આટકોટ કોલેજના ડૉક્ટર કહી ગર્વ લેશે
હજુ હોસ્પિટલમાં એક મોરપીંછ ઉમેરાશે જેમાં થેલેસિમિયા દર્દીઓ માટે અનેક રઝળપાટ કરી લાંબા કિલોમીટર કાપતાં દર્દીના પરિવાર હવે તેમાથી રાહત મેળવશે તાલુકાના અને આજુબાજુના તાલુકા માટે મધ્યસ્થ એવા આટકોટ ખાતેજ અદ્યતન નવનિર્મિત બ્લડબેંક બનવા જઈ રહી છે.
જો કે અહીં ત્રિવેણી સંગમ સમન્વય જોવા મળશે.
હોસ્પિટલ,મેડિકલ કોલેજ અને બ્લડબેંક પરંતુ અહીં બ્લડબેંક ની સાથે સંપૂર્ણ ઈલાજ બેંક કહેવું ઉચિત લાગશે જો કે હાલ હોસ્પિટલમાં સારા ડોક્ટર પોતાની ઉમદા સેવા આપી રહ્યા છે સાથે સાથે હવે ટૂંક સમયમા સારા ડૉકટર બનવા માટે પણ મેડિકલ કોલેજનું ભવ્ય બિલ્ડીંગ નું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે.
કાઠીયાવાડી મેડિકલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત આટકોટ કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં બ્લડ બેન્કનું MOU સંપન્ન થયું છે
બંને સંસ્થાઓએ સાથે મળી દર્દીઓના સર્વાંગી હિતાર્થે પરસ્પર સમજૂતી સાથે સમાજસેવા માટે કાર્ય કરશે.અહીં દરેક દર્દીની ખેવના માટે સુંદર વિચારથી ઉમદા સેવા થશે જોકે અહીં દર્દીને રક્ત માટે જિલ્લા મથક કે તાલુકા મથક સુધી ધક્કા ખાવા પડી રહ્યા હતા જેમાં સારવારથી અધિક સમય બ્લડ લેવા આવવા જવા માં થતી હતી જે હવે સમય સાથે ખર્ચ પણ ઓછો થશે તેમજ હોસ્પિટલમાં જ સંપૂર્ણ સારવાર થકી દર્દીના પરિવારને વધુ પરેશાની ન વેઠવી પડે તેવી સુંદર વ્યવસ્થા નાના એવા આટકોટમાં જ મળી રહે અને ઉદાહરણ રૂપ સારવાર મળે તેવી હાલ જોગવાઈ કરવા કટીબદ્ધ ડૉક્ટર પેરામેડિકલ સ્ટાફ તેમજ અહીંનું ટ્રષ્ટિ મંડળ દર્દી દેવો ભવ ના સૂત્ર ને સાર્થક કરવા કમર કસી છે હાલ તબક્કે બ્લડ બેંક શરૂ થશે તો અનેક બ્લડ જરૂરિયાત દર્દીઓને ઉત્તમ સવલત પ્રાપ્ત થશે જો કે ટૂંક સમયમાં જ બ્લડબેંક ઊભી કરાશે. હાલ તબક્કે MOU નું કાર્ય પૂર્ણ થઈ જતા ટૂંક સમયમાં બ્લડબેંક કાર્યરત થઈ જશે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
