તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
વિસાવદરના મોટા કોટડા ગામે ત્રણ લાખનો દારૂ મળી આવ્યોઃ આરોપી ફરાર

જુનાગઢ, તા., ૨ : વિસાવદરના મોટા કોટડા ગામે રહેતા આરીફ ઇદરીસભાઇ સોલંકીની પડતર જમીનમાં આવેલ ઓરડીમાં હકિકતવાળી જગ્યાએ રેઇડ કરી કરતાતે ઓરડીમાંથી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની પેટીઓ મળી આવેલ હોય જે દારૂનો જથ્થો જેમાં ૧૮૦ એમએલની બોટલ નંગ ૨૮૨૯ તથા ૭પ૦ એમએલની બોટલ નંગ ૩૬ મળી કુલ બોટલ નંગ ર૮૬પ કુલ કી. રૂા.૩,૦૧,૬ર૦નો પ્રોહી. મુદામાલ કબ્જે કરવામાં આવેલ જે આરોપી વિરૂધ્ધ વિસાવદર પો.સ્ટે.પ્રોહી. કલમ ૬પ એ ઇ, ૧૧૬ (બી) મુજબ ગુન્હો રજી કરી નીચે મુજબનો મુદામાલ પકડી પાડેલ છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર આર.એસ.પટેલ, પો.સબ ઇન્સ. આર.એસ. ડામોર તથા એએસઆઇ એ.એસ.ચીવટ તથા પો.કોન્સ. દિનેશભાઇ અરજણભાઇ તથાપો.કોન્સ. અજીતસિંહ જુવાનસિંહ ભાટી તથા પો.કોન્સ. રાકેશભાઇ બાઉવેદભાઇ તથા પો.કોન્સ. હિંમતભાઇ ડાયાભાઇ તથા પો.કો. રાજુભાઇ ચંદુભાઇ પરમાર વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી કામગીરી કરેલ છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
