<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

અમરેલીમાં પી.પી.સોજીત્રા ફાઉન્‍ડેશન દ્વારા લોન - સ્‍કોલરશીપ ચેક વિતરણ સમારંભ યોજાયો

ડો. કુબેરભાઇ ડીંડોર, દિલીપભાઇ સંઘાણી, કૌશિકભાઇ વેકરીયા, નારણભાઇ કાછડીયા, ડો. ભરત કાનાબારની ઉપસ્‍થિતિ : પી.પી.સોજીત્રાની આગેવાનીમાં કાર્યક્રમ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૨ : પોતાના ૬૨માં જન્‍મદિને ૧ કરોડનું દાન જાહેર કરનાર અમરેલીના સ્‍વપ્‍નદ્રષ્ટા  પી.પી. સોજીત્રા દ્વારા રચિત પી.પી.સોજીત્રા ફાઉન્‍ડેશનને ૧ વર્ષ પુરૂં થતાં, ફંડના વ્‍યાજમાંથી મળેલ રકમમાંથી જરૂરિયાત મંદ પરિવારોના તેજસ્‍વી વિદ્યાર્થીઓને વધુ અભ્‍યાસ માટે લોન-સ્‍કોલરશીપ આપવામાં આવી. આ સ્‍કોલરશીપના ચકો, પસંદ કરાયેલ વિદ્યાર્થીઓને આપવાનો કાર્યક્રમ, પી.પી. સોજીત્રાના ૬૩માં જન્‍મદિન નિમિતે તા.ર૯ સપ્‍ટેમ્‍બરના રોજ યોજાયો હતો.

આ ભવ્‍ય સમારંભમાં ગુજરાત રાજયના શિક્ષણ ખાતાના કેબીનેટ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરના હસ્‍તે સ્‍કોરલશીપના ચેકોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

આ સમારંભમાં કુલ ૨૭ વિદ્યાર્થીઓ વચ્‍ચે ૯ લાખથી વધુ રકમની શિષ્‍યવળતિ આપવામાં આવી હતી. સાથે સાથે અમરેલીના બાબાપુર સ્‍થિત સર્વોદય સંસ્‍થામાં ચાલતાં અનાથાશ્રમમાં ભણતાં તમામ બાળકોની ફી પેટે ૫૧ હજારનો ચેક બાબાપુર સંસ્‍થાને એનાયત કરવામાં આવેલ.

કાર્યક્રમના અધ્‍યક્ષ તરીકે ઈફકો અને અમરેલી જીલ્લા મધ્‍યસ્‍થ બેન્‍કના ચેરમેન દીલીપભાઈ સંઘાણી, અમરેલીના ધારાસભ્‍ય અને રાજય સરકારના નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા તથા પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા ઉપસ્‍થિત રહ્યા હતા.

સમારંભમાં કૌશિકભાઈ વેકરીયાએ પી.પી. સોજીત્રા દ્વારા અમરેલીની વિવિધ સામાજીક સંસ્‍થાઓને મળતી મદદનો ઉલ્લેખ કરી, શિક્ષણ ક્ષેત્રની તેમની આ પહેલને બિરદાવી હતી. નારણભાઈ કાછડીયાએ સમાજને જરૂર પડે ત્‍યારે પી.પી. સોજીત્રા હંમેશા મદદ કરવામાં આગળ હોય છે તે માટે ફાઉન્‍ડેશનને શુભેચ્‍છા પાઠવી હતી.

રેડક્રોસ બ્‍લડ બેંકના ચેરમેન અને અમરેલી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, અગ્રણી તબીબ ડો. ભરત કાનાબારે આ ફાઉન્‍ડેશનની રચના પાછળના વિચારની વાત કરી, પી.પી.ના મિત્રો અને શુભેચ્‍છકોએ ફાઉન્‍ડેશનના ફંડમાં ૧ કરોડ ઉમેરી ફંડની રકમ બમણી કરવાનો લક્ષ્યાંક માત્ર ૪ દિવસમાં જ ૭૫્રુ પુરો કરવાની ઘટનાને અભૂતપૂર્વ ગણાવી હતી.

પી.પી. સોજીત્રાના ૬૩માં જન્‍મદિને યોજાયેલ આ કાર્યક્રમમાં અમરેલી શહેર અને જીલ્લાના વિવિધ ક્ષેત્રના સંખ્‍યાબંધ લોકોએ પી.પી. સોજીત્રાનું શાલ-ફુલહારથી સન્‍માન કરી શુભેચ્‍છા પાઠવી હતી.

કાર્યક્રમમાં સત્‍વશીલ અને પ્રેરણાદાયી પોઝીટીવ સાહિત્‍યનું સર્જન કરવા માટે ઙ્કખ્‍યાત ગુજરાતના વરિષ્ઠ લેખક/પત્રકાર રમેશભાઈ તન્ના લિખિત ૧૦ પુસ્‍તકોના પ૦૦ સેટ, અમરેલીના ગ્રામ્‍ય વિસ્‍તારની સ્‍કુલોને ભેટ આપવા દાન આપનાર રવજીભાઈ વસાણીના પરિવારનું શિક્ષણમંત્રીના હાથે સન્‍માન કરાયું હતું.

આ ઉપરાંત અમરેલી નાગરિક બેંકના સ્‍ટાફના યુવાનો દ્વારા બનાવાયેલ ફાઉન્‍ડેશનની એક વેબસાઈટ પણ આ કાર્યક્રમમાં ખુલ્લી મુકવામાં આવી હતી.

શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર સાહેબે, પી.પી. સોજીત્રાના આ સમાજલક્ષી અભિગમને બિરદાવતાં કહ્યું કે, રાજય સરકાર દ્વારા અભ્‍યાસાર્થે, ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારના બાળકો માટે અનેકવિધ સહાય યોજના ઉપલબ્‍ધ છે તેની માહિતિ અને તેનો લાભ આ સંસ્‍થા દ્વારા અમરેલીના લોકોને મળે તેવો અનુરોધ કર્યો હતો.

ફાઉન્‍ડેશનનું ફંડ વધારવાની આ ઝુંબેશમાં સૌ પ્રથમ અનુદાન કમલેશભાઈ ગરાણિયાનું પ્રાપ્ત થયું હતું અને તેને આગળ વધારવામાં ટોમભાઈ અગ્રાવત અને ચેતનભાઈ રાવળનો મહત્‍વનો ફાળો હતો. કાર્યક્રમ દરમ્‍યાન આ ફંડમાં સૌથી મોટો ફાળો લખાવનાર દાતાઓ પૈકી રૂા. ૧૧,૧૧,૦૦૦ની દેલાગી માટે જે.પી. સોજીત્રા તથા ભાવિન સોજીત્રાનું અને રૂપિયા પાંચ લાખના દાન માટે શૈલેષભાઈ સંઘાણીનું શિક્ષણમંત્રીના હસ્‍તે શાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

(1:53 PM IST)