તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
કુતિયાણાની વિજ ફાળિયાધારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસ ત્રાટકીઃ તૈયાર દારૂ-આથો સહિત પોણા લાખનો મુદામાલ જપ્ત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર :.. કુતિયાણાની વિજ ફાળીયાધારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોરબંદર એલસીબીએ દરોડો પાડીને તૈયાર દારૂ અને આથો બોઇલર વાસણો સહિત કુલ પોણા લાખનો મુદામાલ સાથે ભલા બધાભાઇને પકડી લીધો છે. દરોડા દરમિયાન કિશોર સાજણભાઇ નાસી છૂટેલ છે.
એલસીબી ઇન્ચાર્જ પો. ઇ. આર. કે. કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફના પેટ્રોલીંગ દરમ્યાન એચ.સી. હિમાંશુભાઇ મકકા, મુકેશભાઇ માવદીયા તથા પીસી નટવરભાઇ ઓડેદરાને મળેલ હકિકત આધારે, વાંધારાનેશ વિજ ફાળીયાધાર પાસે આવેલ પાણીની જરમાં દરોડો પાડીને આરોપી ભલા બધાભાઇ મોરી રહે. વાંધારાનેશ તા. કુતિયાણા જી. તથા કીશોર સાજણભાઇ ગુરગુટીયા રહે. આદિત્યાણા ગામ નવાપરા તા. રાણાવાવ ભાગીદારીની દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીમાંથી દેશી પીવાનો દારૂ ભરેલ પ.પ લીટરની કોથળીઓ નંગ ૪ર ભરેલ બાચકા નંગ ૬ લી. ર૧૦ કિ. રૂા. ૪ર,૦૦૦ તથા દેશી પીવાનો દારૂ ભરેલ પ્લાસ્ટીકનો ૬૦ લીટરનો કેરબો નંગ ૧ દારૂ લી. ૬૦ કિ. રૂા. ૧ર,૦૦૦ તથા દારૂ ભરેલ કેરબા નંગ ૧ કિ. રૂા. ૧ર૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૮૦૦ કિ. રૂા. ર૦,૦૦૦ તથા આથાની વાસવાળા ર૦૦-ર૦૦ લીટરના પ્લાસ્ટીકના બેરલ નંગ-ર, કિ. રૂા. ૮૦૦ તથા આથાની વાસવાળા ર૦૦-ર૦૦ લીટરના પતરાના બોઇલ બેરલ નંગ-ર કિ. રૂા. ૮૦૦ તથા ર૦૦-ર૦૦ લીટરના પતરાના ફીલ્ટર બેરલ નંગ-ર કિ. રૂા. ૮૦૦ તથા ગોળના ખાલી પતરાના ડબ્બા નંગ-ર૦ કિ. રૂા. ૧૦૦ મળી કુલ કિ. રૂા. ૭૬,૬ર૦ મુદામાલ સાથે આરોપી નં. ૧ ભલા બધાભાઇ મોરી ઝડપાયો છે.
તથા આરોપી નં. ર કિશોર સાજણભાઇ ગુરગુટીયા નાસી ગયેલ છે.
આવતા બન્ને આરોપીઓ વિરૂધ્ધ કુતીયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો નોંધ્યો છે.
દેશી દારૂ ભઠ્ઠી ઉપર દરોડાની કામગીરીમાં એલસીબી-આઇસી-પીઆઇ આર. કે. કાંબરીયા તથા એએસઆઇ બટુકભાઇ વિંઝૂડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર તથા એસસી ઉદયભાઇ વરૂ, સલીમભાઇ પઠાણ, ગોવિંદભાઇ મકવાણા, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મકકા, મુકેશભાઇ માવદીયા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા તથા ડબલ્યુએચસી નાથીબેન કુછડીયા તથા પીસી નટવરભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, દુલાભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ, તથા ડ્રા. પી. સી. ગોવિંદભાઇ માળીયા વિગેરે રોકાયેલ હતાં.
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
