<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

કીર્તિમંદિરે પૂ. ગાંધીજીને શ્રધ્‍ધાંજલી અર્પણ કરતા ભુપેન્‍દ્રભાઇ : વીઝીટ બુકમાં નોંધ કરી

પોરબંદરઃ કીર્તિમંદીરે ગાંધી જયંતીએ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ આવીને પૂ.ગાંધીજીને શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી. ભુપેન્‍દ્રભાઇએ કીર્તિમંદિરની વીઝીટ બુકમાં પોતાના અનુભવ લખ્‍યા હતા તે તસ્‍વીરો. (તસ્‍વીરઃ પરેશ પારેખ-પોરબંદર)(૪.૨૭)મોરબી માહિતી મદદનીશ મહેતાનું સ્‍વાગત, ટી.એ.રૂપાણીને વિદાય મોરબી : જિલ્લા માહિતી કચેરી મોરબી ખાતે માહિતી મદદનીશ વર્ગ- ૩ની જગ્‍યા પર માહિતી મદદનીશ કુ. જલકળતિ કે.મહેતા હાજર થતાં તેમનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. જ્‍યારે વિદાય લઈ રહેલા ટી.એ. રૂપાણીને સ્‍ટાફ દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી. મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક પારૂલબેન આડેસરાએ બંન્ને કર્મયોગીઓને શુભેચ્‍છા સંદેશો પાઠવ્‍યો હતો. મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે માહિતી મદદનીશ ટી.એ. રૂપાણીની ખાલી પડેલ માહિતી મદદનીશ વર્ગ- ૩ ની જગ્‍યા પર કુ. જલકળતિ મહેતાની જામનગર જિલ્લા માહિતી કચેરીથી અત્રેની કચેરી ખાતે જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે. જલકળતિએ જામનગર જિલ્લા માહિતી કચેરી ખાતે ૨ વર્ષ ફરજ બજાવી છે. આ તકે માહિતી કચેરીના કર્મયોગી ભરતભાઈ ફુલતરીયા, બળવંતસિંહ જાડેજા, આનંદભાઈ ગઢવી, જયભાઈ રાજપરા, કિશોરભાઈ ગોસ્‍વામી, પ્રવિણભાઈ સનાળિયા, જયેશભાઈ વ્‍યાસ, અજયભાઈ મુછડીયા સહિતનાએ કુ. જલકળતિનું સ્‍વાગત કર્યું હતું તથા ટી.એ. રૂપાણીને વિદાય આપી હતી.

(2:00 PM IST)