<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

એસ.એમ.સી. ટીમના મોરબી પંથકમાં ર દરોડામાં દેશીદારૂના જથ્‍થા સાથે ૧૨ શખ્‍સોને ઝડપી લીધા

તસ્‍વીરમાં દેશી દારૂ સાથે પકડાયેલ શખ્‍સો નજરે પડે છે.(તસ્‍વીરઃ પ્રવિણ વ્‍યાસ મોરબી)

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૨: એસએમસીની ટીમે મોરબીના જેતપર રોડ, શાપર ગામની સિમમા કેનાલની બાજુમાં તેમજ રંગપર ગામની સિમમા આવેલ વેન્‍ગાટો સિરામિકની બજુમા આવેલ ખુલ્લી જગ્‍યામા દેશી દારૂની રેડ કરી ૧,૬૮,૪૫૦નો મુદામાલ કબજે કરીને ૧૨ શખ્‍સોને ઝડપી લીધા હતા. જો કે, દારુનો ધંધો કરનારા મુખ્‍ય ૬ આરોપીઓ હાલમાં વોંટેડ છે.

એસ.એમ.સી ટીમે સ્‍થળ ઉપરથી ૨૩૬ લિટર દેશી દારૂનો જથ્‍થો જેની કિંમત ૪૭,૨૦૦, રોકડા રૂપિયા ૧૫,૯૫૦, ત્રણ મોબાઈલ જેની કિંમત ૧૫,૦૦૦ અને ત્રણ વાહન જેની કિંમત ૯૦,૦૦૦ આમ કુલ મળીને ૧,૬૮,૪૫૦ નો મુદામાલ કબજે કરેલ છે અને સ્‍થળ ઉપરથી એસએમસીની ટીમે આરોપી દારૂનું વેચાણ કરનાર સુનિલસિંગ બ્રીજરાજસિંહ ઠાકુર રહે.  પાવડિયા કેનાલ પાસે શાપર, દેશી દારૂ પુરો પડનાર સિરાજ ફારુકભાઈ ભટ્ટી રહે. નવલખી ફટક પાસે મોરબી, પોઈન્‍ટ પર દારૂ લેવા અવનાર વિજયડોગો સિંગરાજડોગો, જીતેન્‍ડોગો ધર્મેન્‍દ્રડોગો, રામાયણદોગો દુગાડોગો, જયદેવગોપ બિપિંગોપ, શૈલેષસિંગ કુટિયા પત્રાસિંગ કુટીયા, મનોહર બોદરા સુશીલ બોદરા રહે. આરોપી ૩ થી ૮ પાવડિયા કેનલ પાસ, શાપર, જીતેન્‍દ્ર મનુભાઈ વરાણીયા રહે. ત્રાજપર ચાર રસ્‍તા પાસે મોરબી, નાનુલાલ બાબુલાલ ગીરવાલ રહે. પાવડિયા કેનલ પાસે શાપર, મનસુરભાઈ હુશેનભાઈ હિંગરોજા   રહે. ત્રાજપર ચાર રસ્‍તા પાસે મોરબી અને શુશીલ અભેલભાઈ નંદને પકડવામાં આવેલ છે અને આરોપી તેમજ મુદામાલ તાલુકા પોલીસને સોંપવામાં આવેલ છે. જો કે, ૬ આરોપીઓ વોંટેડ છે જેમાં દારુનો ધંધો કરનારા મુખ્‍ય આરોપી તૈયબ ગુલામભાઈ માણેક રહે. વીસીપરા વિસ્‍તાર મોરબી, મનસુખ ઉર્ફે માછો રમેશભાઈ કોળી રહે. ત્રાજપર મોરબી, મનોજ કોળી રહે.  ઇન્‍દિરાનગર મોરબી, નાટો, સિકંદર અને દેશી દારુનો જથ્‍થો પુરો પડનારનો સમાવેશ થાય છે આ રેડની કામગીરી એસએમસીના પીએસઆઈ એ.વી.પટેલ અને તેની ટિમ દ્વારા કરવામાં આવી હતી.(

(2:04 PM IST)