<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

મોરબી પાસે કારમાં આગ લાગતા ફસાયેલ યુવાન સળગીને ભડથુ થઇ જતા અરેરાટી

કારમાંથી રોકડ રકમ, સોનાના દાગીના અને એક પિસ્‍તોલ મળી આવી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૨  શહેરના લીલાપર રોડ પર બપોરના સુમારે કારમાં કોઈ કારણોસર આગ લાગી હતી અને કાર લોક થઇ જતા કાર ચાલક ૩૯ વર્ષીય યુવાન કારની અંદર જ ફસાઈ જતા આગ માં ભડથું થઇ જતા કરુણ મોત નીપજ્‍યું હતું જે બનાવને પગલે પંથકમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

પ્રાપ્‍ત વિગતો મુજબ લીલાપર રોડ પર રાધે પાર્ટી પ્‍લોટ પાસેથી કિયા કર લઈને અજય નાનજીભાઈ ગોપાણી (ઉ.વ.૩૯) નામના યુવાન પસાર થઇ રહ્યા હોય ત્‍યારે કોઈ કારણોસર કારમાં આગ લાગી હતી અને કાર લોક થઇ જતા કારમાં સવાર અજય ગોપાણી અંદર જ ફસાઈ ગયા હતા કારમાં આગ લાગ્‍યાની જાણ થતા મોરબી ફાયરની બે ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્‍યો હતો જોકે ત્‍યાં સુધીમાં મોડું થઇ ગયું હતું અને અજય ગોપાણી નામના યુવાન આગમાં ભડથું થઇ જતા મોત થયું હતું.

મળતક પાસેથી રોકડ રૂપિયા તેમજ ૨ ઘડિયાળ, ૮ જેટલા મોબાઈલ અને સોનાની વીંટી-દોરા સહિતની ચીજવસ્‍તુઓ મળી આવતા ફાયર ટીમે પરિવારને સોપી હતી તો મળતક પાસેથી એક પિસ્‍તોલ પણ મળી આવી હતી આગની ઘટનામાં યુવાનનું મોત થતા પરિવારમાં હૈયાફાટ રુદનના દ્રશ્‍યો જોવા મળ્‍યા હતા.

(2:06 PM IST)