<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

ઘી ના ઠામમાં ઘી પડી ગયુ! કહેવાતા યુવરાજ યદુવેન્‍દ્રસિંહ તથા રાજવી હિમાંશુસિંહજી વચ્‍ચે સમાધાન

યદુવેન્‍દ્રસિંહ દિલગીરી વ્‍યક્‍ત કરી તો રાજવી હિમાંશુસિંહજીએ મન મોટું રાખ્‍યુ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨: ક્ષત્રીય અસ્‍મિતા મંચનાં સંમેલન સહિત વિવિધ કાર્યક્રમોમાં પોતાની ઓળખ ગોંડલ સ્‍ટેટનાં યુવરાજ તરીકે આપવાનો જેમની સામે આક્ષેપ કરાયો હતો તે યદુવેન્‍દ્રસિંહ તથા ગોંડલ રાજવી વચ્‍ચે ગોંડલનાં પેલેસમાં યોજાયેલી બેઠકમાં ગેરસમજ દુર થતા સમાધાન થયુ છે. યદુવેન્‍દ્રસિંહ તેમના ઉચ્‍ચારણ અંગે દિલગીરી વ્‍યક્‍ત કરી છે.તો બીજી બાજુ રાજવી હિમાંશુસિહજીએ મોટુ મન રાખી ‘લેટ ગો' કરતા નકલી યુવરાજ અંગેનાં ચર્ચિત પ્રકરણનો સુખાંત આવ્‍યો છે.

સમારંભોમાં યદુવેન્‍દ્રસિંહ નામની વ્‍યકિત પોતાને ગોંડલ સ્‍ટેટનાં યુવરાજ તરીકે ઓળખાતી હોવાની જાણ ગોંડલ રાજવી પરીવારને થતા તેમના પ્રતિનિધિ રાજેન્‍દ્રસિંહ જાડેજા દ્વારા આ યદુવેન્‍દ્રસિંહ સાથે ગોંડલ સ્‍ટેટને કોઈ સબંધ નહી હોવાની સ્‍પષ્ટતા  કરાઇ હતી. દરમિયાન મીડીયામાં આ ઘટના ચર્ચાનો વિષય બનવા પામી હોય.

ક્ષત્રીય સમાજનાં આગેવાનો અર્જુનસિહ ગઢુલા,પુંજાબાપુ વાળા માંડણગઢ, અશ્‍વીનસિહ સરવૈયા પાલીતાણા, રાજેન્‍દ્રસિંહ જાડેજા તથા ગોંડલ સ્‍ટેટનાં ભાયાતોની ગોંડલ પેલેસ ખાતે મળેલી બેઠકમાં યદુવેન્‍દ્રસિંહ ઉપસ્‍થિત રહી દિલગીરી વ્‍યક્‍ત કરી શાબ્‍દીક ગેરસમજ થયાનું જણાવ્‍યુ હતુ. રાજવી હિમાંશુસિંહજીએ સર ભગવતસિંહજીની ક્ષમાયાચનાની પરંપરા નિભાવી ગઈ ગુજરી ભુલી જવાની ખેલદિલી અપનાવતા આખરે આ પ્રકરણનો સુખદ અંત આવ્‍યો છે

(2:07 PM IST)