તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન, જામનગર (આઇ.ટી.આર.એ.) દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ અવસરે _‘સ્વચ્છતા હિ સેવા’_ અંતર્ગત “સ્વચ્છતા રેલી”

જામનગર::આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન, જામનગર (આઇ.ટી.આર.એ.) દ્વારા તા. ૦૨-૧૦-૨૦૨૪ને બુધવાર ના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ અવસરે _‘સ્વચ્છતા હિ સેવા’_ અંતર્ગત “સ્વચ્છતા રેલી” નું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી સવારે ૦૯:૩૦ કલાકે ધન્વંતરી મંદિરથી શરૂ થઈ અને ડિ.કે.વી. સર્કલ, જી.જી. હોસ્પિટલ થઇ આઇ.ટી.આર.એ.ના મુખ્ય ભવન સુધી પહોચી હતી. સ્વચ્છતાના સંદેશ સાથેની આ રેલી એ લોકોમાં સ્વચ્છતા નો સંદેશો આપ્યો હતો.(તસ્વીર-અહેવાલ: મુકુંદ બદિયાણી-જામનગર)
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
