<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

ભુજના આશાપુરા માતાજીના મંદિરે ઘટસ્થાપન સાથે આજથી નવલા નોરતાનો પ્રારંભ

પરંપરાગત આ ધાર્મિક વિધિ સાથે જ આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિના વિજય સમાન નવરાત્રિના પર્વનો આજથી પ્રારંભ થઈ ગયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨

ઘટસ્થાપન સાથે આજથી નવલા નોરતાનો પ્રારંભ થયો છે.ભુજના આશાપુરા માતાજીના મંદિરે પૂજારી જનાર્દનભાઈ દવેએ શાત્રોક્ત વિધિવિધાન સાથે આજે સાંજે ઘટસ્થાપન કર્યું હતું. 

      પરંપરાગત આ ધાર્મિક વિધિ સાથે જ આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિના વિજય સમાન નવરાત્રિના પર્વનો આજથી પ્રારંભ થઈ ગયો છે. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં  માઈ ભક્તો ઉમટયા છે.

(7:17 PM IST)