તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
જોડીયામાં SOGએ ગાંજાના જથ્થા સાથે 3 શખ્શોને ઝડપી પાડ્યા
જોડીયા પોલીસ સાથે SOG એ દરિયા કિનારેથી 8,78,850ની કિંમતનો 5 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી ત્રણ શખ્સોને દબોચી લીધા

જામનગર : પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (IPS) રાજકોટ વિભાગ, રાજકોટ નાઓ દ્વારા જામનગર જિલ્લામાં એન.ડી.પી.એસ.ના કેસો કરવા માટે સૂચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS) દ્વારા જામનગર જીલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે "No Drugs in Jamnagar અભિયાન શરૂ કરેલ
જે અનુસંધાને એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સપેકટર બી.એન.ચૌધરી તથા પો.સ.ઈ. એલ.એમ. ઝેર ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલ હતા,
દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના ફિરોજભાઈ ખફી તથા રમેશભાઈ ચાવડા તથા હર્ષદકુમાર ડોરીયા તથા તોસીફભાઈ તાયાણી ને ખાનગી બાતમી મળેલ કે 'ફરીદ બસીરભાઈ ખોડ તથા અજીજ મામદભાઈ ગાધ તથા અસગર ગનીભાઈ પલેજા (રહે. બધા જોડીયા ગામ તા.જોડીયા જી.જામનગર વાળા)ઓ દરીયામા કરચલા પકડવા ગયેલ હતા અને ત્યાથી તેઓ માદક પદાર્થ ચરસનો જથ્થો લાવેલ છે અને આ જથ્થો તેઓએ દરીયા કિનારે સીમ વિસ્તારમાં સંતાડેલ છે અને આજરોજ આ ત્રણેય ઈસમો આ ચરસનો જથ્થો વેચાણ અર્થે જોડીયા ખાતે ભેગા મળી સગેવગે કરવાની પેરવીમા છે"
તેવી હકિકત આધારે જોડીયા ગામ, બંદર રોડ ઉપર આવેલ બાવળની ઝાડીમાંથી ઉપરોક્ત ત્રણેય શખ્શોને ગે.કા. માદક પદાર્થ ચરસ ૫ કિલો ૮૫૯ ગ્રામ કિ.રૂ.૮.૭૮,૮૫૦/- તથા મોબાઈલ ફોન નંગ-૩ કુલ કિ.રૂ. ૩૦,૦00/- એમ કુલ મુદામાલ મળી કિ.રૂ.૯.૦૮.૮૫૦/- સાથે પકડેલ છે અને મજકુર ઈસમો વિરૂધ્ધ જોડીયા પો.સ્ટે. બી-પાર્ટ ગુ.ર.ન.૧૧૨૦૨૦૨૫૨૪૦૨૬૧/૨૦૨૪ N.D.P.S. એક્ટની કલમ ૮(સી), ૨૦(બી)(૨)(સી), ૨૯ મુજબ ગુનો દાખલ કરાવેલ છે.
પકડાયેલ આરોપીઓ (૧) ફરીદ બસીરભાઈ ખોડ વાઘેર (2) અજીજ મામદભાઈ ગાધ વાઘેર (૩) અસગર ગનીભાઈ પલેજા વાઘેર (રહે. બધા જોડીયા ગામ, મોટાવાસ, ગુલાબશા પીરની દરગાહ પાસે, તા.જોડીયા જી.જામનગર)
આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર બી.એન.ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.એમ.ઝેર તથા એસ.ઓ.જી. સ્ટાફ તથા જોડીયા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર આર.એસ. રાજપુત તથા જોડીયા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે
(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
