<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

કચ્છના માતાના મઢ મધ્યે ઘટસ્થાપન વિધિ પૂર્ણ, આસો નોરતાનો પ્રારંભ

આશાપુરા માતાજીના મંદિર માતાના મઢ મધ્યે જાગીરના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહના હસ્તે પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે આજે રાત્રે ઘટસ્થાપન થયું

ભુજ :  કચ્છના માતાના મઢ મધ્યે ઘટસ્થાપન વિધિ પૂર્ણ થઇ છે , આસો નોરતાનો પ્રારંભ થયો છે : આશાપુરા માતાજીના મંદિર માતાના મઢ મધ્યે જાગીરના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહના હસ્તે પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે આજે રાત્રે ઘટસ્થાપન થયું હતું. 

  આ પ્રસંગે માઈભક્તોના જય માતાજીના જયઘોષ ના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)

 

(11:11 PM IST)