News of Friday, 4th October 2024
વિંછીયાના મોટા માત્રા ગામે મયુરભાઇ સાડમીયાની હત્યામાં વધુ ૩ પકડાયા
આડાસંબંધની શંકાએ કરાયેલ હત્યામાં કુલ ૬ ની ધરપકડ : એકની શોધ

રાજકોટ, તા. ૧૩ : વિંછીયાના મોટામાત્રા ગામે આડાસંબંધની શંકાએ મયુરભાઇ ઉર્ફે મપલો વશરામભાઇ સાડમીયા (ઉ.વ.રર) ની હત્યામાં સંડોવાયેલ વધુ ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જયારે એક શખ્સની શોધખોળ હાથ ધરાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોટા માત્રા ગામે રહેતા મુળ ખારચીયાના વતની મયુરભાઇ ઉર્ફે મયલો વશરામભાઇ સાડમીયા (ઉ.વ.રર) ઉપર સાત શખ્સોએ કુહાડી, પાઇપ, ધારીયા, લાકડી સહિતના હથિયારોની હુમલો કરી ઢીમ ઢાળી દીધુ હતું. મૃતક મયુરભાઇને આરોપી સાયલાના કસવાળા ગામના વનરાજ ચોથા મંદુરીયાની પત્ની સાથે આડો સંબંધ હોવાની શંકાએ વનરાજ સહિતના સાત શખ્સોએ હુમલો કરી પતાવી દીધો હતો.
આ હત્યાના બનાવમાં વિંછીયાના પી.એસ.આઇ. ઇન્દ્રજીતસિંહ સરવૈયા તથા સ્ટાફે ગણત્રીના કલાકોમાં જ આરોપી રમેશ મેરામભાઇ રે. ધોરઇ ગામ ચોથા સગરામભાઇ કસવાળાને ઝડપી લીધા હતા. ત્યારબાદ મોડી રાત્રે હત્યામાં સામેલ ટીના રમેશભાઇ રે. ધોરઇ, રામકુ સગરામભાઇ મંદુરીયા તથા ઉમેશ ચોથાભાઇ મંદુરીયા રે. કસવાળી ગામ તા. ચોટીલાને ઝડપી લઇ પૂછતાછ હાથ ધરી છે. આ બનાવમાં કુલ ૬ આરોપીઓની ધરપકડ કરાઇ છે. જયારે સતા રમેશભાઇ રે. ધારેઇ ગામની શોધખોળ હાથ ધોરઇ છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
