News of Friday, 4th October 2024
અમરેલીના ધારીના વાઘાપરા વિસ્તારમાં જૂથ અથડામણ :એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે ઘર્ષણ :6 લોકો ઈજાગ્રસ્ત
ઘાયલ લોકોને ધારી સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલુ : ગંભીર ઇજાગ્રસ્તોને અમરેલી સિવિલમાં ખસેડાયા

અમરેલીઃ ધારીના વાઘાપરા વિસ્તારમાં જૂથ અથડામણ થઇ. જૂની અદાવતમાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે અથડામણમાં 6 ઈજાગ્રસ્ત થયા. જેમની ધારી સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમરેલી સિવિલ ખસેડાયા છે. જૂથ અથડામણ મુદ્દે ધારી પોલીસે તપાસ શરૂ કરી છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
