તા. ૩ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૫ શનિવાર
News of Friday, 4th October 2024
સુરતમાં આરટીઆઇ એકિટવિસ્ટ પર હૂમલા મામલે ફરિયાદ નોંધવા મોરબી કલેકટરને આવેદન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૪: તાજેતરમાં જ સુરત જિલ્લાનાં તાતાથૈયા ગામે તલાટી કમ મંત્રીએ આરટીઆઇ એક્ટિવિસ્ટ દીપકભાઈ પટેલને રૂબરૂ બોલાવેલ અને જ્યાં તેમના ઉપર હુમલો કરી માર મારી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે દિપકભાઈએ પોલીસ તંત્રમાં અરજી આપી છે. પરંતુ હજુ સુધી પોલીસે એફઆઈઆર નોંધી ન હોય સમગ્ર ગુજરાતના આરટીઆઈ એક્ટિવિસ્ટો એ પોત-પોતાના જિલ્લામાં આવેદનપત્ર આપ્યું છે.
જે સૂચનાના ભાગરૂપે મોરબી જિલ્લામાં આરટીઆઇ એક્ટિવિટી ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટર કે .બી. ઝવેરીને આવેદનપત્ર આપીને આ સુરતમાં બનેલી ઘટનાને વખોડી કાઢીને તાત્કાલિકના ધોરણે આ હુમલો કરનારાઓ સામે જે પોલીસમાં અરજી થઈ છે તેની એફઆઈઆર નોંધીને આરટીઆઈ કાર્યકરો નેં પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
મોરબી જિલ્લાનાં આરટીઆઈ એક્ટિવીસ્ટો લવજીભાઈ આંબલીયા, રમેશભાઈ સોલંકી, હિતેશભાઈ મહેતા, શ્રીકાંતભાઈ પટેલ, હસમુખભાઈ સોલંકી, પીયુષ વાઢારા, મોહસીનભાઈ શેખ સહિતના આરટીઆઈ કાર્યકરો આ આવેદનપત્ર આપવામાં સાથે રહ્યા હતા. (
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
