News of Friday, 4th October 2024
મોરબીમાં સનાળા રોડ ઉપર વાહન હડફેટે બાઇકસ્વાર રાજેન્દ્રભાઇ પનારાનું મોત
રવાપર રોડ ઉપર લોખંડનો સળીયો માથે પડતા કલરકામ કરતા યુવાનનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા., ૪: મોરબીના શનાળા રોડ પર શક્તિ માતાજીના મંદિર પાસે સુપર કેરી વાહને મોટર સાઈકલને ઠોકર મારતા ચાલકને ઈજા થતા તેનું મળત્યુ નીપજ્યું હતું.
મોરબીના ચાંચાપર ગામે રહેતા નરભેરામભાઈ નારણભાઈ પનારા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના નાનાભાઈ રાજેન્દ્રભાઈ તેનું મોટર સાઈકલ જીજે ૦૩ ડીઆર ૬૫૭૨ વાળું લઈને મોરબી આવેલ હોય અને પરત ચાચાપર ગામ આવતા હોય દરમિયાન શક્તિ માતાજીના મંદિર પાસે પહોચતા ભક્તિનગર સર્કલ નજીકથી સુપર કેરી જીજે ૩૬ વી ૧૫૯૪ નો ચાલક પોતાની સુપર કેરી પુર ઝડપે બેદરકારીથી ચાલવી આવીને રાજેન્દ્રભાઈના મોટર સાઈકલને હડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોચતા તેનું મળત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના રવાપર રોડ પર ગાયત્રીનગર ૨ માં બિલ્ડીંગનું સેન્ટીંગ કામ કરતા યુવાનને લોખંડનો સળીયો લાગી જતા ગંભીર ઈજા થતા તેનું મળત્યુ નીપજ્યું હતું.જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીની કબીર ટેકરી શેરી ૮ માં રહેતા કિશન રામજીગીન ગોડ (ઉ.૧૮) ગત તા. ૩૦ ના રોજ રવાપર રોડ પર ગાયત્રીનગર ૨ માં કલર કામ કરતો હોય દરમિયાન બાજુના બિલ્ડીંગમાં સેન્ટીંગ કામ ચાલુ હોય ત્યારે અકસ્માતે લોખંડનો સળીયો નીંચે પડતા કિશનને માથામાં લાગી જતા ગંભીર ઈજા થાત તેનુ મળત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(12:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
