તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th October 2024
જેલમુક્ત ગણેશ જાડેજાનું ગોંડલમાં ભવ્ય સ્વાગત: ઢોલનગારા સાથે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટયા
મોડી રાતે પરિવારના સભ્યો અને સમર્થકોએ ગણેશ જાડેજાનું ગોંડલ સ્થિત તેના ઘરે ભવ્ય સ્વાગત કર્યું

ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ ગણેશ ગોંડલ જેલમુક્ત થઈ ગયો છે. આજે મોડી રાતે પરિવારના સભ્યો અને સમર્થકોએ ગણેશનું ગોંડલ સ્થિત તેના ઘરે ભવ્ય સ્વાગત કર્યું હતુ.
ગુજરાત હાઈકોર્ટે ગણેશ જાડેજા સહિત અન્ય 5 આરોપીના શરતી જામીન મંજૂર કર્યા છે. આજે ગણેશ જાડેજાના સ્વાગત માટે મોટી સંખ્યામાં ગોંડલવાસીઓ ઉમટી પડ્યા હતા. જ્યાં બંગલા બહાર ગણેશ ગોંડલનું ઢોલનગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. જેના પગલે આજે ગોંડલ શહેરમાં દીવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, સંજય સોલંકીના અપહરણ અને ઢોરમાર મારવાના કેસમાં ગણેશ ગોંડલને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ગણેશ જાડેજાનો કેસ સોરઠનો સૌથી ચર્ચિત કેસ છે. હવે 4 મહિના બાદ ગુજરાત હાઈકોર્ટે ગણેશ જાડેજાને શરતી જામીન આપ્યા છે.
ગણેશ ઘરે આવતાની સાથે જ પરિવારમાં હર્ષની લાગણી ફેલાઇ હતી. ગણેશ અપહરણ અને હત્યાના પ્રયાસના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી જેલમાં હતો.
(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
