News of Saturday, 5th October 2024
ત્રીજા નોરતે- શનિવાર નિમિતે સારંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને જરદોશી વર્કવાળા વાઘા-200 કિલો ફુલોનો શણગાર : સુખડીનો અન્નકૂટ
પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજન

રાજકોટ તા.૫ : વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા અને ફુલોનો શણગાર કરવામાં આવ્યો હતો.સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા સવારે 07:00 શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.સાથે શ્રીકષ્ટભંનજન દેવને સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
આજે કરાયેલા દાદાના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શારદીય નવરાત્રીના ત્રીજા નોરતે અને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને મથુરામાં 20 દિવસની મહેનતે પ્યોર સિલ્કના કાપડમાંથી જરદોશી વર્કવાળા વાઘા પહેરાવામાં આવ્યા છે. આ સાથે દાદાનું સિંહાસન 200 કિલો ગુલાબ, સેવંતી અને ગલગોટાના ફુલથી શણગાર્યું છે. આ ઉપરાંત હનુમાનજીને 101 કિલો સુખડી પણ ધરાવવામાં આવી છે.
(9:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
