<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

સાવરકુંડલાઃ કોંગ્રેસ માઇનોરીટી ડિપાર્ટમેન્‍ટના આગેવાનો શકિતસિંહ ગોહિલની મુલાકાતે

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૫: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને  રાજ્‍યસભાના સાંસદ શ્રી શક્‍તિસિંહ ભાઈ ગોહિલની અમદાવાદ જી પી સી સી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટના મહામંત્રી ઇકબાલ ગોરી, અમરેલી જિલ્લા કોંગ્રેસ માઇનોરીટી ડિપાર્ટમેન્‍ટ ના ચેરમેન જમાલભાઇ સરવૈયા. જિલ્લા ઉપપ્રમુખ અબ્‍દલભાઈ ચાવડા. સાવરકુંડલા સેવાદળના પ્રમુખ ઇમરાન ભાઈ જાદવ શહેર માઇનોરીટી પ્રમુખ અફજલ કાદરી વિગેરે રૂબરૂ રજૂઆત કરી હતી.

અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ લાઠી અને ચલાલા  નગર પાલિકાની  ચૂંટણીમાં  કોંગ્રેસ ની સત્તા આવે તે માટે તન તોડ  મહેનત માઈ નોરીટી   ડિપાર્ટમેન્‍ટ  કરશે અને સંગઠન માળખું મજબૂત બનાવવા પણ પૂરો સહયોગ આપશું  તેવી અમરેલી જિલ્લા કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટ હોદ્દેદારોએ ખાતરી આપી હતી.

(10:00 AM IST)