<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

કચ્‍છના માર્ગો ઉપર કાળચક્ર ૪ મોત

ભુજ નજીક બાઇકસવાર બે પિતરાઇ ભાઇ, ખાવડામાં નિંદ્રાધીન યુવાન, અંજારમાં મોપેડ સવાર કચડાયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૫ : નવરાત્રિના સપરમા તહેવારો દરમ્‍યાન સતત બીજે દિ'કચ્‍છમાં માર્ગ અકસ્‍માતોનો સિલસિલો ચાલુ જ રહ્યો છે.

અંજારના દુધઈ ગામેથી બાઇક ઉપર ભુજ આવતા બે પિતરાઈ ભાઈઓના અજાણ્‍યા વાહનની ટક્કરથી અરેરાટીભર્યા મોત નિપજયા હતા. ભુજના ૪૭ વર્ષીય પપ્‍પુ રમજુ કોળી અને ૪૫ વર્ષીય રમેશ વાલુ કોળીએ પોતાના જીવ ગુમાવ્‍યા હતા. ખાવડા પાસે અદાણી ગ્રીન કંપની બહાર ખાટલા ઉપર સૂતેલા ૨૨ વર્ષીય યુવાન ઉદેસિંહ ગોપસિંહ ઉપર ટ્રક ફરી વળતા તેનું મોત નીપજયું હતું.

અંજારમાં ઘેરથી એક્‍ટિવા ઉપર શાકભાજી લેવા નીકળેલા પ્રૌઢ કિરીટભાઈ પટેલને ગંગા નાકા પાસે છોટા હાથીએ ટક્કર મારતા તેમનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજયું હતું. તમામ બનાવોમાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

(10:18 AM IST)