<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

ભૂપેન્‍દ્રભાઇના હસ્‍તે કચ્‍છમાં રૂા. ૩૪.૫૬ કરોડના ૭ કામોનું ઇ-ખાતમુહૂર્ત : ૮૯.૨૧ કરોડના ૯ કામોનું ઇ-લોકાર્પણ

ભુજમાં નવી પ્રાંત કચેરી, શહેર મામલતદાર કચેરી તેમજ આરોગ્‍ય સુવિધાઓ, પાણી પુરવઠાના કામનું લોકાર્પણ : ક્રાંતિગુરૂશ્રી શ્‍યામજી કૃષ્‍ણવર્માના આઝાદીની સંઘર્ષ ગાથાને લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ કર્યું : સાંસદ વિનોદ ચાવડા

 

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૫ :  મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્‍થિતિમાં કચ્‍છના માંડવી તાલુકાના મસ્‍કા ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂ.૩૪.૫૬ કરોડના કુલ ૭ કામોનું ઈ-ખાતમુહૂર્ત તેમજ રૂ.૮૯.૨૧ કરોડના ૯ કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે રૂ.૧ર૩ કરોડથી વધુના કુલ ૧૬ વિકાસકામોની કચ્‍છવાસીઓને ભેટ આપી હતી. મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે ક્રાંતિગુરૂ શ્‍યામજી કળષ્‍ણવર્માની જન્‍મજયંતિ નિમિત્તે તેમના આઝાદીના બલિદાનને યાદ કરીને ભાવાંજલિ આપતા જણાવ્‍યું હતું કે,  વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના રાષ્‍ટ્ર ભક્‍તિભાવ અને દેશની વિરાસત અને તેના વૈભવના પુનઃજાગરણની પ્રતિબદ્ધતાથી માંડવી ખાતે શ્રી શ્‍યામજી કળષ્‍ણ વર્મા મેમોરિયલ ‘ક્રાંતિ તીર્થ'નું ભવ્‍ય નવનિર્માણ શકય બન્‍યું છે. વડાપ્રધાનશ્રીના ‘વિકાસથી વિરાસત'નો વિચાર આજે ૧૨૩ કરોડથી વધુના વિકાસ કામોથી સાકાર થતો જોવા મળી રહ્યો છે તો દેશના વિકાસની સાથે સાંસ્‍કળતિક વૈભવ અને વિરાસતોની મહત્તમ પ્રાપ્તિ પણ સૌને થઈ રહી છે. મુખ્‍યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, નરેન્‍દ્રભાઈ મોદીએ વિદેશથી શ્રી શ્‍યામજી કળષ્‍ણવર્માના અસ્‍થિઓને ભારત લાવી આઝાદીની લડતના ‘અનસંગ હીરો' એવા શ્રી શ્‍યામજી કળષ્‍ણવર્માના છેલ્લા સંકલ્‍પને પરિપૂર્ણ કરવાનું મહાન કામ કર્યું છે. દેશના આ મહાન સપૂતના અસ્‍થિઓને સંપૂર્ણ ગૌરવ સાથે રાજ્‍યવ્‍યાપી વીરાંજલી યાત્રા યોજી માંડવી ખાતે સ્‍થાપિત કરી ક્રાંતિતીર્થનું નિર્માણ કર્યું છે. આજે સ્‍વાતંત્ર્ય સંગ્રામ સેનાનીઓના જીવનમાંથી પ્રેરણા લેવા અનેક લોકો આ સ્‍થળની મુલાકાત લઇ રહ્યા છે.વડાપ્રધાનશ્રીનો કચ્‍છ પ્રત્‍યે હંમેશા અપાર તોહ અને લગાવ રહ્યો છે તેમ જણાવતા મુખ્‍યમંત્રીશ્રીએ કહ્યું કે, વિનાશક ભૂકંપ પછી કચ્‍છને ફરી વિકાસની રાહે દોડતું કરવા નરેન્‍દ્રભાઈ મોદીએ કચ્‍છમાં અનેક વિકાસ પ્રકલ્‍પો તથા યોજનાઓ અમલમાં મૂકયા છે. વિનાશકારી ભૂકંપ વેઠી ફરી ખુમારી સાથે બેઠા થયેલા કચ્‍છની પુનઃવસનની ગાથા તેઓએ ભુજ ખાતે સ્‍મળતિવન મેમોરિયલના માધ્‍યમથી દુનિયા સમક્ષ મૂકી છે.

 આ પ્રસંગે મુખ્‍યમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્‍થિતિમાં કચ્‍છના રાજવીઓએ વન સંપદાઓથી ભરપૂર સંરક્ષિત વિસ્‍તાર પ્રચાડવા રખાલપ્રને ગુજરાત સરકારને હસ્‍તાંતરિત કર્યો હતો. ૫ હજાર હેક્‍ટર વિસ્‍તારને મુખ્‍યમંત્રીશ્રીની હાજરીમાં સરકારને હસ્‍તાંતરિત કરતા રાજકોટના રાજવીશ્રી માંધાતાસિંહે જણાવ્‍યું હતું કે, કચ્‍છના મહારાજા પ્રાગમલજી બીજાએ જીવસળષ્ટિ પ્રત્‍યે સંવેદના દાખવીને વન સંપદાઓ તેમજ પશુ પક્ષીઓ ધરાવતા વિસ્‍તારને સંરક્ષિત કર્યો હતો. કચ્‍છના રાજવીઓએ આજદિન સુધી આ વિસ્‍તારના સંરક્ષણનું કાર્ય કર્યું છે તેમ જણાવીને રાજવીશ્રી માંધાતા સિંહે ઉમેર્યું હતું કે, આજે કચ્‍છના મહારાણી પ્રીતિદેવીની પ્રેરણાથી ચાડવા રખાલ વિસ્‍તાર ગુજરાત સરકારને હસ્‍તાંતરિત કરતા રાજ પરિવાર હર્ષની લાગણી અનુભવી રહ્યો છે. વડાપ્રધાનશ્રીના વિઝન અને મુખ્‍યમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિથી આ વિસ્‍તારને વધુ સંરક્ષણ પ્રાપ્ત થશે એવો વિશ્વાસ રાજ પરિવારે વ્‍યક્‍ત કર્યો હતો. કચ્‍છના રાજ પરિવારના કુંવરશ્રી ઇન્‍દ્રજીતસિંહ જાડેજા અને શ્રી કળતાર્થસિંહ જાડેજા, મુખ્‍ય વન સંરક્ષકશ્રી સંદિપ કુમાર અને જિલ્લા કલેક્‍ટરશ્રી અમિત અરોરા વિસ્‍તારના હસ્‍તાંતરણ પ્રસંગે મુખ્‍યમંત્રીશ્રી સાથે ઉપસ્‍થિત રહ્યા હતા.

પ્રાસંગિક પ્રવચન દરમિયાન કચ્‍છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્‍યું હતું કે, ક્રાંતિગુરૂશ્રી શ્‍યામજી કળષ્‍ણવર્માના આઝાદીના સંઘર્ષની ગાથાને લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ કર્યું છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી નિર્માણ પામેલું ક્રાંતિતીર્થ આવનારા દિવસોમાં દેશદાઝનું કેન્‍દ્રબિંદુ બનશે. સાંસદશ્રીએ વધુમાં કહ્યું હતું કે, કચ્‍છના સપૂત શ્રી શ્‍યામજી કળષ્‍ણવર્માએ આઝાદીની ચળવળમાં અનેક ક્રાંતિકારીઓને તૈયાર કરવાનું મહાન કાર્ય કર્યું હતું. કચ્‍છ જિલ્લામાં દરેક ક્ષેત્રના વિકાસ માટે સાંસદશ્રીએ કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

માંડવી મુન્‍દ્રાના ધારાસભ્‍યશ્રી અનિરૂદ્ધભાઈ દવેએ સ્‍વાગત પ્રવચન કરતા મુખ્‍યમંત્રીશ્રીને કચ્‍છમાં આવકારીને જણાવ્‍યું હતું કે, ક્રાંતિગુરૂ શ્રી શ્‍યામજી કળષ્‍ણવર્મા સ્‍મારકના નિર્માણનું ભગીરથ કાર્ય વડાપ્રધાનશ્રીએ શરૂ કર્યું હતું જેને શ્રી મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત સરકાર નવીનીકરણ કરીને આગળ ધપાવી રહી છે. ધારાસભ્‍યશ્રીએ જણાવ્‍યું કે, શ્‍યામજી કળષ્‍ણવર્મા દેશ માટે જીવવાની પ્રેરણા આપે છે. ધારાસભ્‍યશ્રીએ નવીનીકરણ થયેલા સ્‍મારકને માંડવીમાં પ્રવાસનરૂપે એક ભેટ ગણાવી હતી.

આ પ્રસંગે જીએમડીસીના મેનેજિંગ ડિરેક્‍ટરશ્રી રૂપવંત સિંઘે જણાવ્‍યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને વિઝનથી ક્રાંતિથીર્થનું નવીનીકરણ શકય બન્‍યું છે. તેઓએ ઉમેર્યું કે, મુખ્‍યમંત્રીશ્રીની ભૂપેન્‍દ્રભાઈ પટેલની આગેવાનીમાં જીએમડીસીનો સર્વાંગી વિકાસ થયો છે. શ્રી રૂપવંતસિંઘે જીએમડીસી ઉદભવ પણ કચ્‍છથી થયો હતો તેમ હર્ષ સાથે જણાવીને માંડવીના ક્રાંતિતીર્થના નવીનીકરણ માટે જીએમડીસીને સહભાગી બનાવવા બદલ આભારની લાગણી વ્‍યક્‍ત કરી હતી.

આ કાર્યક્રમમાં ઈતિહાસકાર પદ્મશ્રી વિષ્‍ણુ પંડ્‍યા લિખિત શ્‍યામજી કળષ્‍ણવર્માના સંસ્‍મરણો સાથે જોડાયેલા ‘ધ ઇન્‍ડિયન સોશિયોલોજિસ્‍ટ ઈન લંડન' પુસ્‍તકનું વિમોચન મુખ્‍યમંત્રીશ્રી સહિત મહાનુભાવોએ કર્યું હતું. કચ્‍છ જિલ્લા સંગઠન, સરપંચશ્રીઓ અને જિલ્લા વહીવટીતંત્ર, જીએમડીસી દ્વારા વિવિધ ભેટ આપીને મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. જિલ્લા કલેક્‍ટરશ્રી અમિત અરોરાએ કાર્યક્રમના અંતે આભારવિધિ કરીને કચ્‍છને વિવિધ વિકાસ કામોની ભેટ આપવા બદલ આનંદની લાગણી વ્‍યક્‍ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનન ઠક્કરે કર્યું હતું.

(10:19 AM IST)