<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

લખતરના ઢાંકી ગામે ગોળીબારમાં કિશોરનું મોત

બે શખ્‍સો વચ્‍ચેના ઝઘડાનું ગંભીર પરિણામઃ એકની ધરપકડઃ મુખ્‍ય આરોપી ફરારઃ બેને ઇજા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૫: લખતરના ઢાંકી ગામે ફાયરિંગમાં થયેલ કિશોરના મોત મામલે પોલીસે એક શખ્‍સને દબોચ્‍યો છે. લખતર પોલીસે ફાયરિંગમાં મદદગારી કરનાર આરોપીને ઝડપી પાડયો છે. જો કે ફાયરિંગ કરનાર મુખ્‍ય આરોપી ડફેર રસુલ નથુ હાલ ફરાર છે.કરણ ડુંગરાણા અને બાબુભાઇ નારાયણભાઇ વચ્‍ચે થયેલા મનદુઃખનું આ ગંભીર પરિણામ આવ્‍યું છે.

મળતા અહેવાલ પ્રમાણે કરણ ડુંગરાણા અને બાબુભાઇ નારાયણભાઇ વચ્‍ચે કોઈ બાબતને લઈને મનદુઃખ ચાલી રહ્યું હતું.કોઈ કારણોસર કરણ ડુગરાણા વચ્‍ચે બોલાચાલી ચાલી રહી હતી ત્‍યારે તેનો મિત્ર રસુલ ડફેર પણ ત્‍યાં હાજર હોય બન્નેએ બાબુ નારાયણ સાથે માથાકૂટ કરી હતી. અવારનવાર બન્ને પરિવારો વચ્‍ચે ઝગડા ચાલતા રહેતા હતા. આ ઝગડામાં એક કિશોરનું મોત નિપજ્‍યું હતું.

આ બોલાચાલીએ ઉગ્ર સ્‍વરૂપ ધારણ કર્યું હતું. જેમાં રસુલે ફાયરિંગ કર્યું હતું, આ ઘટનામાં નિકુંજ નામના ૧૨ વર્ષના કિશોરનું મોત નિપજ્‍યું અને બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત થયા હતા. પોલીસે આ મામલે કરણ ડુંગરાણાને દબોચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:44 AM IST)