News of Saturday, 5th October 2024
જુનાગઢમાં નવરાત્રી દરમિયાન જુદા-જુદા ટ્રાફીક ભંગના ગુન્હામાં ૧૭૩ સામે કાર્યવાહી
એસપી હર્ષદ મહેતાની આગેવાનીમાં મેગા ડ્રાઇવ કામગીરી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા., ૪: પ્રથમ નોરતાના તહેવારો અનુસંધાને કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ ટ્રાફીક પોઈન્ટ તેમજ શહેરના અલગ-અલગ રસ્તાઓ તથા તાલુકા લેવલ પર ટ્રાફીક પોઈન્ટ પર નવરાત્રી તહેવાર દરમ્યાન ટ્રાફીક ને લગતા કોઈ બનાવ બનવા ન પામે તે સારૂ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના અન્વયે પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શનમાં જૂનાગઢ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફીક નિયમન અંગેની મેગા ડ્રાઇવની કામગીરી શરૂ કરી છે અને ૧૭૩ સામે કાર્યવાહી કરી હતી.
જે અન્વયે જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનના કેસ, ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ, કાળા કાચ, નંબર પ્લેટ વિનાના વાહન, જી.પી.એક્ટ-૧૧૦ મુજબ તથા ટ્રાફીકને લગત અન્ય હેડ કલમની કામગીરી કરવા જૂનાગઢ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા, કેશોદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક બી.સી.ઠકકર નાઓ તથા માંગરોળ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ડી.વી.કોડીયાતરનાઓ દ્વારા તેઓના કાર્યક્ષેત્ર હેઠળના પો.સ્ટે.નાં થાણા અધિકારીશ્રીઓ દ્વારા અલગ અલગ પોલીસ અધિકારી/કર્મચારીઓની ટીમો બનાવી બ્રેથ એનાલાઇઝીંગ તથા પોકેટકોપ મોબાઇલ, અને બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરી કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
