<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

સુરેન્‍દ્રનગરમાં વાહન ચોર ત્રિપુટી ઝડપાઇ

 વઢવાણ : સુરેન્‍દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી બાઈક ચોરી અને ઘરફોડ ચોરીના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્‍યારે જોરાવરનગર પોલીસે બંને શહેરમાંથી બાઈક ચોરનાર ત્રિપુટીને ઝડપી લીધી હતી.રતનપરમાં આવેલ રામેશ્વર ટાઉનશીપમાં રહેતા હીતેશ ભરતભાઈ કોડીયા ફળની લારી ચલાવે છે. ગત તા. ૨૮મીએ રાત્રે તેઓએ ઘરની બહાર પાર્ક કરેલું બાઈક ચોરી થયાની જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ટીમને કટુડાની સીમમાં ઉમઈ નદીના વોકળા પાસે ચોરીના બાઈકની માહિતી મળી હતી. જેમાં રતનપરના સુધારાપ્‍લોટમાં રહેતો રેહાન રફીકભાઈ જેડા, સુરેન્‍દ્રનગર ટાવર પાસે રહેતો ફૈઝાન રફીકભાઈ મુલ્લા અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર ઝડપાયો હતો. આ શખ્‍સોની પુછપરછ કરતા તેઓએ સુરેન્‍દ્રનગર ધોબી સોસાયટી, રતનપર રામેશ્વર સોસાયટી, વઢવાણ પીર વડલા સોસાયટી, ખાંડીપોળ સોમપુરાની વાડી પાછળ અને ગણપતી ફાટસર પાસેના સીધ્‍ધીનગરમાંથી બાઈક ચોર્યાની કબુલાત કરી હતી.

(12:01 PM IST)