News of Saturday, 5th October 2024
નત મસ્તકે તમામનો આભાર માનું છુઃ ગણેશ જાડેજા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ છેલ્લા ત્રણ માસથી જુનાગઢ જેલમાં રહેલા ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર જયોતિરાદિત્યસિંહ(ગણેશ જાડેજા) જામીન પર મુકત થતા રાત્રે સાડા આઠ કલાકે ગોંડલ તેમના નિવાસસ્થાને પહોંચતા ઢોલ નગારા અને ફટાકડા ફોડી મોટી સંખ્યામાં ઉમટી પડેલા તેમના સમર્થકોએ સ્વાગત કર્યું હતું. તેમના માતા ધારાસભ્ય ગીતાબાએ કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું. મોડી સાંજથી જ મોટી સંખ્યામાં સમર્થકો તેમના નિવાસસ્થાને ઉમટી પડયા હતા. જુનાગઢથી પડવલા આશાપુરા માતાના મંદિરે દર્શન કરી ગોંડલ પહોચ્યા હતા. તેમના નિવાસસ્થાન પાસેથી પસાર થતા આશાપુરા રોડ પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઇ હતી. ગણેશ જાડેજાએ જણાવ્યું કે મારા જેલવાસ દરમ્યાન જે રીતે ગોંડલની જનતાએ તથા સોૈરાષ્ટ્ર ગુજરાતભરનાં મારા મિત્ર વર્તુળે મારા પરિવારને સાથ સહકાર અને હુંફ આપી છે તે બદલ નત મસ્તકે હું તમામનો આભાર માનુ છુ. અમારા પરીવારની લોકો પ્રત્યેની સેવાની પરંપરા રહી છે. તેને આગળ ધપાવીશું તે માટે જે કંઇ પણ કરવાનું થશે તે કરીશું. મોડી રાત સુધી સેંકડો સમર્થકોએ ગણેશભાઇનું અભિવાદન કરી લાગણી વ્યકત કરી હતી.(તસ્વીરોઃ ભાવેશ ભોજાણી)
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
